Sonakshi weds Zahir: કપલના ડિજિટલ ઈન્વિટેશન કાર્ડ વિશે ડેઈઝી શાહે શું કહ્યું
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા (Sonakshi wedding)ની દરેક ખબર લોકો સુધી પહોંચી રહી છે. સોનાક્ષી-ઝહીરના લગ્નનું ડિજિટલ કાર્ડ પણ વાયરલ થયું છે. તેાન પર અભિનેત્રી ડેઈઝી શાહે પણ પ્રતિક્રિયા આપી છે. જોકે આ સાથે તેણે સોનાક્ષીના પિતા શત્રુધ્ન સિન્હાની વાત પણ યાદ કરી હતી સિન્હાએ કહ્યું હતું કે આજકાલના છોકરા લગ્ન માટે પૂછતા નથી, માત્ર તમને જાણ કરે છે.
જ્યારે ડેઝીને સોનાક્ષીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે જે લોકો તેમના સંબંધો વિશે જાણતા હતા તેમના માટે આ નવી કે આશ્ચર્ય પમાડે તેવી વાત નથી અને હું તેમાની એક છું.
આ પણ વાંચો : Sonakshi Sinha Weds Zahir: આ દિવસે શત્રુધ્ન સિન્હાના ઘરે વાગશે શરણાઈના સૂર
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના ડિજિટલ વેડિંગ કાર્ડ અંગે ડેઝીએ કહ્યું કે આ કોઈ સામાન્ય લગ્નનું આમંત્રણ નથી, તેઓએ અલગ બેકગ્રાઉન્ડ રાખ્યું છે. આ એકદમ યુનીક, મોર્ડન અને આજનનં લાગે તેવું કાર્ડ છે. જેમ કે સોનાના પિતાએ કહ્યું કે આજકાલ બાળકો જાણ કરે છે, પરવાનગી નથી લેતા. તેમની આ કોમેન્ટને સંપૂર્ણપણે બંધબેસે છે.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના ડિજિટલ વેડિંગ કાર્ટમાં સોનાક્ષી અને ઝહીર એક ઓડિયો દ્વારા તેમના મિત્રોને આમંત્રણ આપતા સાંભળી શકાય છે. તે કહે છે, હેલો. છેલ્લા સાત વર્ષોમાં અમે સાથે વિતાવેલા તમામ પ્રેમ, ખુશીઓ, હાસ્ય અને ઘણા સાહસો અમને આ ક્ષણે લઈ આવ્યા છે જ્યારે અમે એકબીજાની ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનવાથી એકબીજાના પતિ અને પત્ની બનવા જઈ રહ્યા છીએ. આ તમારા વિના પૂર્ણ થશે નહીં. તેથી, 23 જૂને, તમે જે પણ કરી રહ્યાં છો તે છોડી દો અને અમારી સાથે જોડાઓ. કાર્ડમાં ક્યાંય માતા-પિતાનું કે પરિવારનું નામ નથી. સોનાક્ષીનું આ કાર્ડ ઘણું વાયરલ થયું છે.