મનોરંજન

પ્રેગ્નન્સીની ચર્ચા પર Sonakshi Sinhaએ તોડ્યું મૌન, કહ્યું આ જ કારણ છે કે…

બોલીવૂડના પાવરફૂલ અને ક્યુટ કપલ એવા સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલે ગયા મહિને જ લગ્નની પહેલી વર્ષગાંઠ ઊજવી હતી. કપલે ખૂબ જ શાનદાર પાર્ટી પણ આપી હતી, જેમાં તેમના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રકહ્યા હતા. લગ્ન બાદથી જ કપલ રોમેન્ટિક પોસ્ટને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતું હતું અને હવે આ બધા વચ્ચે સોનાક્ષી ગર્ભવતી છે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. પરંતુ એક્ટ્રેસે પ્રેગ્નન્સીને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને એટલું જ નહીં પણ એક્ટ્રેસે ઝહિર ઈકબાલ સાથેની ચેટ પણ શેર કરી છે. આવો જોઈએ શું કહ્યું સોનાક્ષીએ…

પ્રેગ્નન્સી રૂમર્સથી કંટાળેલી સોનાક્ષીએ એક ઈન્ટરવ્યુ પણ આપ્યો હતો, જેમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ હાલમાં બેબી પ્લાન નથી કરી રહ્યા અને મજાકમાં કહ્યું હતું કે વજન ખૂબ વધી ગયું છે. હવે સોનાક્ષીએ આ અફવાઓ પાછળનો ખુલાસો કર્યો હતો. સોનાક્ષીએ ચોથી જુલાઈના રોજ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઝહિર અને તેની મજેદાર ચેટનો સ્ક્રીન શોટ શેર કર્યો છે.

આ પણ વાંચો: સોનાક્ષી સિંહાએ ખોલ્યું સલમાન ખાનના સ્ટારડમનું રહસ્ય: ‘એને ખુદને પણ નથી ખબર કે…’

આ ચેટમાં જોવા મળે છે કે ઝહિરે સોનાક્ષીને પૂછ્યું કે શું તેને ભૂખ લાગી છે? જેના જવાબમાં જણાવ્યું કે ના, બિલકુલ નહીં, મને ખવડાવવાનું બંધ કર. આ સાંભળીને ઝહિરે કહ્યું કે મને લાગ્યું કે વેકેશન શરૂ થઈ ગયું છે તો એક્ટ્રેસે કહ્યું કે હજી હમણાં જ તો હું તારી સામે જમી છું અને આ બધુ બંધ કર. ચેટના અંતમાં કપલ એકબીજાને લવ યુ અને લવ યુ મોર કહેતું જોવા મળી રહ્યું છે.

આ સરસ મજેદાર ચેટનો સ્ક્રીન શોટ શેર કરીને સોનાક્ષીએ જણાવ્યું હતું કે બસ આ જ છે કારણ છે કે લોકોને લાગી રહ્યું છે કે હું પ્રેગ્નન્ટ છું. આને બંધ કર @iamzahero. ફેન્સ કપલની આ કેમેસ્ટ્રી જોઈને ખુશ થઈ ગયા છે.

આ પણ વાંચો: સોનાક્ષી સિંહાની ‘નિકિતા રોય’ને થિયેટરમાં સ્ક્રીન નહીં મળી, નિર્માતાઓએ લીધો આ નિર્ણય…

વાત કરીએ સોનાક્ષી સિન્હાના વર્ક ફ્રન્ટની તો હાલમાં સોનાક્ષી તેની આગામી ફિલ્મ નિકિતા રોયની તૈયારીમાં વ્યસ્ત છે. આ એક સુપર નેચરલ થ્રિલર ફિલ્મ છે. નિર્દેશક તરીકે કુશ સિન્હાની આ પહેલી ફિલ્મ છે, જે 18મી જુલાઈના રિલીઝ થઈ રહી છે. આ સિવાય એક્ટ્રેસ બુક ઓફ ડાર્કનેસમાં જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button