Sonakshi Sinha આ કોની સાથે વેકેશન માણવા ઉપડી? ફોટો થયા વાઈરલ…

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને ઝહીર ઈકબાલ (Zahir Iqbal)એ આ જ વર્ષે જૂન મહિનામાં જ લગ્ન કર્યા અને ત્યારથી કપલ અવારનવાર વેકેશન માણવા ઉપડી જાય છે. હવે ફરી એક વખત આ લવબર્ડ્ઝ વેકેશન માણવા ઉપડ્યું છે પરંતુ આ વખતે ફોર એ ચેન્જ કપલ સાથે કોઈ ત્રીજું પણ જોડાયું છે. ચાલો જોઈએ કોણ છે આ ત્રીજું અને આ ત્રીજી વ્યક્તિને જોઈને સોનાક્ષી સિન્હાનું શું રિએક્શન શું હતું?
વાત જાણે એમ છે કે સોનાક્ષી અને ઝહિર ફરી એક વખત વેકેશન પર ઉપડ્યા છે અને આ વખતે આ બંને સાથે સોનાક્ષીની નણંદ એટલે કે ઝહિરની બહેન પણ જોડાઈ છે. સોનાક્ષીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનના ફોટા શેર કર્યા છે. આ ફોટોમાં તે નણંદ સનમ રતનસી અને પતિ ઝહિર સાથે જોવા મળી રહી છે.
આપણ વાંચો: પતિ ઝહીર સાથે બાપ્પાની આરતી કરી સોનાક્ષી સિન્હાએ
સોનાક્ષીએ આ ફોટો શેર કરીને કમેન્ટમાં લખ્યું છે કે ફેમિલી ટાઈમ બેસ્ટ ટાઈમ હોય છે. વાત કરીએ સનમ રતનસીની તો તે એક સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ છે. તેનું ઈન્સ્ટાગ્રામ જોઈને એ વાતનો જ અંદાજ આવે કે તે અનેક મોટા સ્ટાર્સ સાથે સ્ટાઈલિસ્ટ તરીકે કામ કરી ચૂકી છે. સોનાક્ષી લગ્ન બાદ અવારનવાર પતિ સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ લાજવાબ છે.
આ જ વર્ષે સોનાક્ષીએ ઝહિર ઈકબાલ સાથે રજિસ્ટર મેરેજ કર્યા હતા જેમાં નજીકના મિત્રો અને પરિવારના લોકોએ હાજરી આપી હતી. બાદમાં કપલે એક ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી હતી જેમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. લગ્ન પહેલાં ઝહિર અને સોનાક્ષીએ એકબીજાને વર્ષો સુધી ડેટ કર્યા હતા.