મનોરંજન

Sonakshi Sinhaના લગ્ન પહેલાં જ મમ્મીએ પૂનમે લીધું આ મોટું પગલું…

બોલીવૂડમાં હાલમાં એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. 23મી જૂનના એક્ટ્રેસ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ઝાહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે, લગ્નના સમાચાર વચ્ચે સતત આ લગ્નને લઈને સિન્હા પરિવારના આંતરિક સંબંધોની વાત ચર્ચાનું કારણ બની રહી છે.

ઈન્ડસ્ટ્રીમાં એવી વાતો ચાલી રહી છે કે સોનાક્ષીના આ લગ્નથી સિન્હા પરિવાર ખાસ કંઈ ખુશ હોય એવું નથી લાગી રહ્યું. સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હા (shatrughan Sinha) અને ભાઈ લવ સિન્હા (Love Sinha)નું રિએક્શન સામે આવ્યું હતું, જેમાં આ લોકો આ લગ્નથી ખાસ કંઈ ખુશ હોય એવું લાગતું નથી. હવે એક્ટ્રેસની મમ્મી પૂનમ સિન્હાએ પણ દીકરીના આ લગ્નને લઈને એક એવું પગલું લીધું છે કે જેને કારણે બધા ચોંકી ઉઠ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે સોનાક્ષી સિન્હા પોતાની મમ્મી પૂનમ અને ભાઈ લવને ઈન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતી, પણ તેના પિતા શત્રુઘ્ન અને ભાઈ કુશને તે ચોક્કસ ફોલો કરે છે.

મજાની વાત તો એ છે લવ સિન્હા કે પૂનમ સિન્હા એમ બંને જણ સોનાક્ષીને ઈન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતા. આ માહિતી સામે આવ્યા બાદ ફેન્સ એકદમ કન્ફ્યુઝ થઈ ગયા છે, કારણ કે પૂનમ સિન્હા પણ ઈન્સ્ટાગ્રામ પર પતિ શત્રુઘ્ન સિન્હા અને બંને દીકરા લવ અને કુશ સિન્હાને ફોલો કરે છે પણ દીકરી સોનાક્ષી આ લિસ્ટમાં નથી. જ્યારે કે સોનાક્ષી અને પૂનમ સિન્હા બંને સારો એવો બોન્ડ શેર કરે છે. જોકે, એ વાત નથી જાણી શકાઈ કે સોનાક્ષી અને પૂનમ બંને એકબીજાને પહેલાંથી જ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે કે નહીં પણ લોકોને અટકળો લગાવવાનો એક મોકો ચોક્કસ મળી ગયો છે.

આ પણ વાંચો : Sonakshi Sinha-Zaheer Iqbalના લગ્નમાં હાજરી નહીં આપે બંનેને મળાવનાર આ ખાસ વ્યક્તિ?

યુઝર્સને એવું લાગે છે કે સિન્હા ફેમિલીમાં ચોક્કસ જ કંઈક અણબનાવ છે તો વળી કેટલાક લોકો એવી અટકળો પણ લગાવી રહ્યા છે કે સોનાક્ષીના ઝાહિર સાથે લગ્ન કરવાના નિર્ણયને કારણે પરિવારનો એક પણ સભ્ય ખુશ નથી અને એટલે તેમણે ખામોશ રહેવાનું પસંદ કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોનાક્ષી સિન્હા બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Bollywood Actress Shilpa Shetty)ની હોટેલમાં લગ્ન કરશે. શિલ્પા શેટ્ટીની આલિશાન હોટેલ બાસ્ટિયનમાં મુંબઈની સ્કાયલાઈનનો 360 ડિગ્રીનો વ્યૂ જોવા મળે છે. આ હોટેલમાં એક સાથે 450 લોકોની બેસવાની ક્ષમતા છે. શિલ્પા શેટ્ટીની આ રેસ્ટોરન્ટથી ખાસ્સી એવી કમાઈ થાય છે અને ખુદ એક્ટ્રેસ આ વાતનો ખુલાસો કર્યો હતો. શિલ્પાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મને ફિલ્મો અને ટીવી કરતાં વધુ કમાણી રેસ્ટોરાંમાંથી થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button