મનોરંજન

Sonakshi Sinha-Zaheer Iqbalના લગ્નમાં હાજરી નહીં આપે બંનેને મળાવનાર આ ખાસ વ્યક્તિ?

અત્યારે બોલીવૂડમાં દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) અને ઝાહિર ઈકબાલના લગ્નની ચર્ચા ચાલી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે 23મી જૂનના સોનાક્ષી અને ઝાહિર લગ્નબંધનમાં બંધાઈ જશે. કપલના વેડિંગ કાર્ડ અને ગેસ્ટ લિસ્ટને પણ જાત જાતની ચર્ચા ચાલી રહી છે. પરંતુ મહત્ત્વના સમાચાર તો એ છે કે સોનાક્ષી અને ઝાહિરની મુલાકાત કરાવનાર ખાસ વ્યક્તિ જ આ લગ્નમાં હાજરી આપશે કે નહીં એ એક સવાલ છે. આવો જોઈએ કોણ છે આ ખાસ વ્યક્તિ અને કેમ તે લગ્નમાં હાજરી આપશે કે નહીં?

બોલીવૂડના ભાઈજાન અને સોનાક્ષી સિન્હાના કો સ્ટાર સલમાન ખાન (Bollywood Actor Salman Khan)ને પણ લગ્નનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે, પણ સલમાન આ લગ્નમાં હાજરી આપશે કે નહીં એ એક સવાલ છે, કારણ કે સલમાન હાલમાં તેની ફિલ્મ સિકંદરની શૂટિંગમાં વ્યસ્ત છે. અહીંયા તમારી જાણ માટે કે સોનાક્ષીએ સલમાન ખાનની ફિલ્મ દબંગ (Film Dabang)થી જ બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને એને કારણે જ ઝાહિરનીની મુલાકાત થઈ હતી.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર સોનાક્ષી સિન્હા ઈન્ટિમેટ વેડિંગ નહીં પણ ગ્રાન્ડ વેડિંગ કરવાના મૂડમાં છે અને આ લગ્નમાં બોલીવૂડ જગતના અનેક મોટા મોટા સ્ટાર્સ હાજરી આપશે. આ લગ્નમાં આમંત્રિત ગેસ્ટ લિસ્ટ સામે આવ્યું છે.

આ પણ વાંચો : Sonakshi Sinhaના લગ્નથી મમ્મી-પપ્પા ખુશ નથી?

એવું કહેવાઈ રહ્યું છે કે હાલમાં ભલે ફેમિલી આ લગ્નથી અજાણ હોસ પણ લિસ્ટમાં સિન્હા ફેમિલી અને રતનસી પરિવારનું નામ એકદમ ટોપ પર છે. પરિવારના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો આ લગ્નમાં હાજરી આપશે જેમાં આયુષ શર્મા, હુમા કુરેશી અને વરુણ શર્માના નામ સામેલ છે. એટલું જ નહીં આ લિસ્ટમાં સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી (Sanjay Leela Bhansali’s Web Series Heeramandi)ની સ્ટાર કાસ્ટના નામો પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શૂટિંગ દરમિયાન આખી કાસ્ટ સાથે સોનાક્ષીનો સ્ટ્રોન્ગ બોન્ડ બની ગયો હતો.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લગ્નનું આમંત્રણ ખૂબ જ સુંદર છે અને એમાં લખ્યું છે કે બધી રૂમર્સ સાચી છે… આવું એટલા માટે કારણ કે સોનાક્ષી કે ઝાહિરે ક્યારેય પોતાના રિલેશનશિપની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button