મનોરંજન

દરિયામાં આ કોની સાથે મસ્તી કરતી જોવા મળી Sonakshi Sinha, Post કર્યા ફોટા અને કહી એવી વાત કે…

Bollywood Dabang Girl Sonakshi Sinha હાલમાં પોતાના સો કોલ્ડ બોયફ્રેન્ડ સાથે આંદામાનમાં વેકેશન માણતી જોવા મળી હતી અને તેણે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી થોડા ફોટો પણ પોસ્ટ કર્યા હતા, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં સોનાક્ષી સિંહા આંદામાનમાં વેકેશન મનાવી રહી છે અને તેણે સોશિયલ મીડિયા પર સ્કુબા ડાઈવિંગ કરતાં ફોટો શેર કર્યા છે.



ફિલ્મો સિવાય એક્ટ્રેસ સોનાક્ષી સિંહા પોતાની પર્સનલ લાઈફને કારણે પણ અવારનવાર ચર્ચામાં આવતી હોય છે અને એનું કારણ હોય છે તેનો બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ. ઝહીર અને સોનાબેબી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની વાતો ઈન્ડસ્ટ્રીમાં અવારનવાર ચર્ચાતી હોય છે.

વેકેશનના પોસ્ટ કરેલા ફોટોમાં પણ સોનાક્ષી તેના આ કથિત બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે જ મસ્તી કરતી જોવા મળી રહી છે. તેણે આ સાથે દરિયાની અંદરની જીવ સૃષ્ટિના દર્શાવતા ફોટો પણ પોસ્ટ કર્યા હતા.

આ ફોટો શેર કરીને સોનાક્ષીએ અંદામાનના કુદરતી સૌંદર્યના પણ ભરપેટ વખાણ કર્યા હતાં. જોકે આ પહેલી વખત નથી કે સોનાક્ષી અને ઝહીર સાથે જોવા મળ્યા હોય. આ પહેલાં પણ અનેક વખત સોનાક્ષી તેના અફવા બોયફ્રેન્ડ ઝહીર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરતી જોવા મળે છે. બંને જણ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ આજ દિન સુધી આ કપલે કયારેય પણ પોતાનો પ્રેમ જાહેરમાં વ્યક્ત કરવાનું પસંદ કર્યું નથી, પણ તેમના સંબંધોની ચર્ચા થતી હોય છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ સોનાક્ષી સિંહા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં કામ કરતી જોવા મળશે. આ પહેલાં સોનાક્ષી વેબ સીરિઝ દહાડમાં જોવા મળી હતી, જે દર્શકોને ખુબ જ પસંદ આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો