પિતા બીમાર અને સોનાક્ષીની પ્રેગનન્સીની ખબરઃ સિન્હા પરિવારમાં શું ચાલી રહ્યું છે
હજુ તો સોનાક્ષી અને ઝહીરના (Sonakshi-Zahir) લગ્નને બે ચાર દિવસ થયા ત્યાં તેની પ્રેગનન્સીની ચર્ચા થવા માંડી અને હવે પિતા અને અભિનેતા શત્રુધ્ન સિન્હા બીમાર પડ્યાની ખબરો આવી રહી છે. દીકરીના લગ્નથી પિતા ખુશ ન હોવાના સમાચારો તો છેલ્લા 15 દિવસથી ચાલી રહ્યા હતા. તેમાં વળી સોનાક્ષી લગ્ન પહેલા જ પ્રેગનન્ટ થઈ હોવાના અહેવાલો પણ વાયરલ થઈ રહ્યા છે. Bollywood હસ્તીઓ વિશે આવી વાતો વાયરલ થતા વાર લાગતી નથી. જોકે અભિનેત્રી પિતાને મળવા ગઈ હતી અને આ બધી અફવા હોવાનું હવે જણાઈ રહ્યું છે.
અભિનેત્રીને હૉસ્પિટલ બહાર સ્પોટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પ્રેગનન્સીની ચર્ચાઓ પણ ફેલાઈ રહી છે. દરમિયાન અભિનેતા અને સાંસદ શત્રુઘ્ન સિન્હાને દાખલ કરવાના સમાચાર આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સમાં શત્રુઘ્ન સિન્હાની તબિયત વિશે એવી માહિતી પણ મળી છે કે તેઓ હવે સ્વસ્થ છે. તે રૂટીન ચેકઅપ માટે ગયા હતા. અગાઉ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે શત્રુઘ્ન પુત્રી સોનાક્ષીના લગ્નથી ખુશ નથી અને તે લગ્નમાં આવવા માંગતા નથી. જો કે, બાદમાં અભિનેતાએ આ અહેવાલોનો અંત લાવ્યો અને તે આ ફંક્શનનો ભાગ લીધો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન સમારોહ દરમિયાનની ધમાલને કારણે તે ખૂબ જ થાકી ગયા હતા, તેથી તે નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા હતા. તે જ સમયે તેની પુત્રી સોનાક્ષી સિંહા પણ તેના પિતાની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચી હતી.
સોનાક્ષી સિન્હાના લગ્નની ખૂબ જ ઉજવણી થઈ રહી છે. અભિનેત્રીએ 5 દિવસ પહેલા એટલે કે 23 જૂન 2024ના રોજ લગ્નની નોંધણી કરાવી હતી. આ પછી, કપલે તે જ સાંજે મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડમાંથી સલમાન ખાન, હની સિંહ, સંજય લીલા ભણસાલી, અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ જેવા કલાકારો આવ્યા હતા. અભિનેત્રી પણ પાર્ટીમાં જોરશોરથી ડાન્સ કરતી જોવા મળી હતી.