Amitabh Bachchanએ કોના માટે કહ્યું કે તેમણે આટલા બધા વ્રત કર્યાં પણ…
બોલીવૂડના વીતેલાં જમાનાના દિગ્ગજ કલાકાર એવા શત્રુઘ્ન સિન્હા (Bollywood Legendary Actor Shatrghan Sinha) લાડકવાયી દીકરી અને બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha)ના લગ્નને કારણે ચર્ચામાં આવ્યા છે. સોનાક્ષી તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે લગ્ન કરી રહી છે જેને કારણે સિન્હા પરિવારમાં ખટાશ આવી ગઈ હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે. હવે આ બધામાં બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Bollywood Megastar Amitabh Bachchan)ની એન્ટ્રી થઈ છે. બિગ બીએ આ મામલે એવું નિવેન આપ્યું છે કે જેના વિશે જાણીને તમે ચોંકી ઉઠશો. આવો જોઈએ શું કહ્યું બિગ બીએ…
એ વાત તો લગભગ બધા જ જાણે છે કે અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિન્હા પાક્કા મિત્રો હતા, પરંતુ અચાનક જ તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ અને એ કડવાશ એટલી બધી વધી ગઈ કે બંનેએ એકબીજાનું મોઢું જોવાનું પણ બંધ કરી દીધું. બંને એક્ટર્સ વચ્ચે આવેલી ખટાશનો ઉલ્લેખ શત્રુઘ્ન સિન્હાની બાયોગ્રાફીમાં કરવામાં આવ્યો છે. આ જ પુસ્તકમાં શત્રુઘ્નેએ બિગ બીને લઈને એક ખુલાસો પણ કર્યો છે. જેના વિશે જાણીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ શકે છે.
આ પણ વાંચો : Shatrughna Sinha બાદ Sonakshi-Zahirના લગ્નને લઈને સસરા Ratansi Iqbalએ કહ્યું કે આ તો…
એમાં થયું એવું કે શત્રુઘ્ન સિન્હા માટે પત્ની પુનમે કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું અને એ સમયે અમિતાભ બચ્ચને પુનમમી મજાક ઉડાવી હતી. પુસ્તકમાં શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું હતું પુનમે મારા માટે કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું જેના માટે અમિતજીના માતા તેજી બચ્ચને તેના વખાણ કર્યા હતા. પરંતુ બિગ બીએ આ વાતની મજાક ઉડાવતા કહ્યું કે આટલા વ્રત કર્યા પછી પણ જુઓ એમને શું મળ્યું છે…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા પણ હતી કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને કારણે શત્રુઘ્ન સિન્હા (Shatrughna Sinha)એ ઘણી બધી ફિલ્મો છોડવી પડી હતી અને ફિલ્મોની સાઈનિંગ એમાઉન્ટ પણ પાછી આપવી પડી હતી.