Sonakshi Sinhaની આ હરકત જોઈ ગુસ્સે ભરાશે ભાઈ Luv Sinha? Zahir Iqbal જ છે કારણ… | મુંબઈ સમાચાર
મનોરંજન

Sonakshi Sinhaની આ હરકત જોઈ ગુસ્સે ભરાશે ભાઈ Luv Sinha? Zahir Iqbal જ છે કારણ…

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ આ જ વર્ષે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે લગ્ન કર્યા હતા અને એના આ લગ્ન ખૂબ જ ચર્ચાનું કારણ પણ બન્યા હતા. સોનાક્ષી અને ઝહિરના લગ્નને કારણે સિન્હા પરિવારમાં ખાસ્સી એવી ફાટફૂટ પડી હતી.

એટલું જ નહીં સોનાક્ષીના બંને ભાઈઓ લવ અને કુશ પણ બહેનના આ નિર્ણયથી ખાસ ખુશ નહોતા અને આ જ કારણે તેમણે લગ્નમાં હાજરી આપવાનું પણ ટાળ્યું હતું. હવે આ બધા વચ્ચે સોનાક્ષીએ કંઈક એવું છે કે જે જોઈને ભાઈ લવ અને કુશના કાળજા તો કટકે કટકા થઈ જશે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું સોનાક્ષીએ-

વાત જાણે એમ છે કે ગઈકાલે જ ઝહિર ઈકબાલનો જન્મદિવસ હતો અને સોનાક્ષીએ પોતાના પતિને જન્મદિવસની શુભેચ્છા આપતા સુંદર સુંદર ફોટો શેક તર્યા છે. આ ફોટો જોયા બાદ ખ્યાલ આવે છે કે તે ઝહિર માટે પોતાના પરિવારના વિરુદ્ધ કેમ જતી રહી હતી. આ ફોટોમાં સોનાક્ષીને ઝહિરને કિસ કરતી હોય એવો ફોટો પણ છે અને કદાચ આ ફોટો જોઈને બંને ભાઈઓનો જીવ ચોક્કસ જ ચચરી ઉઠશે.

આપણ વાંચો: પતિ ઝહીર સાથે બાપ્પાની આરતી કરી સોનાક્ષી સિન્હાએ

સોનાક્ષીએ ઝહિર માટે પોસ્ટ કરતાં લખ્યું છે કે તે એની માતા બાદ બીજી એવી વ્યક્તિ છે કે જે ઝહિરના જન્મને કારણે કુશ છે. સોનાક્ષીએ પોસ્ટમાં લખ્યું છે કે તારી મમ્મી પછી હું બીજી વ્યક્તિ છું જે તારા જન્મ પર ખુશ થઈ હોઈશ. આપણા લગ્ન કરતાં પણ મને એ વાતની વધારે ખુશી છે કે તું આ દુનિયામાં આવ્યો. હેપ્પી બર્થડે બોય… લવ યુ…

સોનાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના અને ઝહિરના રોમેન્ટિક ફોટો શેર કર્યા છે અને એમાંથી જ એક ફોટોમાં સોનાક્ષી ઝહિરને કિસ કરતી જોવા મળી રહી છે. ફેન્સ સોના અને ઝહિરની આ કેમેસ્ટ્રી જોઈને ખુશ છે તો લવ સિન્હાને આ વાત કદાચ પસંદ નહીં આવી હોય, કારણ કે તે આ સંબંધથી ખાસ ખુશ નથી.

આપણ વાંચો: સોનાક્ષી સિન્હા લગ્ન બાદ આ હોરર-કોમેડી ફિલ્મમાં લોકોને ડરાવશે…

અત્રે ઉલ્લેખનીય છે કે લવ સિન્હા સોનાક્ષી અને ઝહિરના લગ્નના વિરુદ્ધ છે અને તેની બિલકુલ ઈચ્છા નહોતી કે સોનાક્ષી ઝહિર સાથે લગ્ન કરે. છેલ્લે સુધી તેણે પ્રયાસ કર્યો કે આ સંબંધ તૂટી જાય, પરંતુ આખરે સોનાક્ષી અને ઝહિરના પ્રેમની જિત થઈ અને બંનેએ લગ્ન કરી જ લીધા.

Back to top button