પતિ સાથે પહેલીવાર મસ્જિદમાં ગયેલી સોનાક્ષી સિન્હા ધર્માંતરણ કરશે? જાણો સાચી વાત

મુંબઈ: બોલિવૂડનું પ્રિય કપલ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ તેમના લગ્ન પછી પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેમની મજાક-મસ્તી દ્વારા ચાહકોનું મનોરંજન કરતા રહે છે. ફરી એકવાર, આ કપલે એક નવો વ્લોગ શેર કરીને ચાહકોને હસવાનું કારણ આપ્યું છે, જેમાં ઝહીરે સોનાક્ષીના ધર્માંતરણની અફવાઓ અંગે રમુજી પ્રતિક્રિયા આપી છે.
હું ક્યારેય મસ્જિદમાં ગઈ નથી
સોનાક્ષીએ તેના ડેઇલી વ્લોગમાં ચાહકોને જણાવ્યું કે, તેઓ અબુ ધાબીમાં છે. આબુ ધાબી ટુરિઝમના આમંત્રણ પર તેઓ આ સ્થળની સુંદરતા જોવા માટે આવ્યા છે. સોનાક્ષીએ ઉત્સાહ સાથે જણાવ્યું કે, “હું અબુ ધાબીમાં આવીને ખૂબ જ ઉત્સાહિત છું. આ મારી પહેલી વાર મસ્જિદની મુલાકાત છે. મેં મંદિરો અને ચર્ચની મુલાકાત લીધી છે, પણ હું ક્યારેય મસ્જિદમાં ગઈ નથી.”
સોનાક્ષીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઝહીર ઇકબાલે તરત જ રમુજી સ્પષ્ટતા કરતા કહ્યું કે, “મને સ્પષ્ટ કરવા દો, હું તેને ધર્મપરિવર્તન કરાવવા માટે ત્યાં લઈ જઈ રહ્યો નથી. આપણે ફક્ત એક સુંદર સ્થળ જોવા જઈ રહ્યા છીએ. જેમ આપણે મંદિરો કે ચર્ચમાં જઈએ છીએ, તેમ આપણે મસ્જિદ જોવા જઈ રહ્યા છીએ.”
આપણ વાચો: સલમાન ખાનના ઘરે અચાનક પહોંચી સોનાક્ષી અને પતિ, જુઓ વીડિયો અને સંબંધોનું રહસ્ય!
સ્પેશિયલ મેરેજ એક્ટ જિંદાબાદ!
ઝહીરની આ રમૂજી ટિપ્પણી પર સોનાક્ષીએ જવાબ આપ્યો કે, “સ્પેશિયલ મેરેજ એક્ટ જિંદાબાદ!” સોનાક્ષી અને ઝહીરની આ નિખાલસ અને રમુજી વાતચીત સાંભળીને ચાહકોએ ઝહીરના ખૂબ વખાણ કર્યા છે. ચાહકો તેને “ગ્રીન ફ્લેગ” અને “બેસ્ટ હસબન્ડ” જેવા ટેગ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઝહીર અને સોનાક્ષીએ 23 જૂન, 2024ના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા. અલગ ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરવા બદલ સોનાક્ષીને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ કપલે હંમેશા મજબૂત સંબંધ જાળવી રાખ્યો છે.



