સોનાક્ષી સિન્હાની જટાધારા સાથે જોડાયેલી છે ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા…

સોનાક્ષી સિન્હા અને સુધીર બાબૂની ફિલ્મ જટાધારાનું ફસ્ટ લૂક રીલીઝ થતાની સાથે ખૂબ ચર્ચામાં આવી ગયું. પોસ્ટરમાં સોનાક્ષીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. આ ફિલ્મ ભારતના પવિત્ર મંદિરોના અંધારા કોઠારોમાં છુપાયેલા રહસ્યોને ઉજાગર કરે છે.
આ ફિલ્મમાં આસ્થા અને લાલચ વચ્ચેના થતા સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે, જે વાસ્તવિક ઘટનાઓ અને દંતકથાઓથી પ્રેરિત છે. પદ્મનાભસ્વામી મંદિર જેવા પ્રસિદ્ધ મંદિરોના ગુપ્ત ખજાના અને વિવાદોને આધાર પર બનાવવામાં આવી છે.
સોનાક્ષી સિન્હા અને સુધીર બાબુ અભિનીત ‘જટાધારા’ ફિલ્મ તેના પ્રથમ લુક અને જોરદાર ટીઝરના કારણે ચર્ચામાં છે. આને એક વિશાળ પૌરાણિક અને રહસ્યમય સુપરનેચરલ-એક્શન થ્રિલર ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી રહી છે.
જે પવિત્ર સ્થળોમાં છુપાયેલા રહસ્યોની ઊંડાઈમાં ડૂબકી મારે છે. મંદિરના જુના રહસ્યો અને કથાઓથી પ્રેરિત આ વાર્તા સાર અને અસાર વચ્ચેના ટકરાવને રજૂ કરે છે.
ફિલ્મના બ્રેગ્રાઉન્ડમાં પદ્મનાભસ્વામી મંદિરના ગુપ્ત કોઠારૂમના અમુલ્ય ખજાના અને કાનૂની વિવાદો જેવી વાસ્તવિક ઘટનાઓનો પ્રભાવ જોવા મળે છે. સૌથી રહસ્યમય વાર્તા છે છઠ્ઠા દ્વારની, જેને ખોલવાના પ્રયાસ પછી અનેક અનિષ્ટ ઘટનાઓ બની હોવાનું કહેવાય છે.
જેમાં દરવાજો ખોલવાનો પ્રયાસ કરનારનું મૃત્યુ અને કેરળમાં કુદરતી આફતોનો સમાવેશ થાય છે. આ ફિલ્મના ડિરેક્ટર વેંકટ કલ્યાણ અને અભિષેક જયસ્વાલે આને વાસ્તવિકતા અને દંતકથાઓ સાથે જોડવા માટે ભાર પૂર્વક અભ્યાસ કર્યો છે, જેથી દર્શકોને વાસ્તવિકતાનો અનુભવ થઈ શકે.
ફિલ્મમાં સુધીર બાબુ, સોનાક્ષી સિન્હા, દિવ્યા ખોસલા, શિલ્પા શિરોડકર, ઇન્દિરા કૃષ્ણા, રવિ પ્રકાશ, નવીન નેની, રોહિત પાઠક, ઝાંસી, રાજીવ કનકલા અને સુભાલેખા સુધાકર જેવા કલાકારો જોવા મળશે. ઝી સ્ટુડિયોઝ અને પ્રેરણા અરોરા દ્વારા પ્રસ્તુત આ ફિલ્મના પ્રોડ્યુસર ઉમેશ કુમાર બંસલ, શિવિન નારંગ, અરુણા અગ્રવાલ, પ્રેરણા અરોરા, શિલ્પા સિંગલ અને નિખિલ નંદા દ્વારા કરવામાં આવ્યું છે. કો-પ્રોડ્યુસર અક્ષય કેજરીવાલ અને કુસુમ અરોરા છે, જ્યારે સંગીત ઝી મ્યુઝિક કંપનીએ તૈયાર કર્યું છે.
આ ફિલ્મ કોઈ ડોક્યુમેન્ટરીની જેમ વાસ્તવિક ઘટનાઓનું પર આધારિત નથી, પરંતુ કલ્પના, પૌરાણિકતા અને રહસ્યનું મિશ્રણ આ ફિલ્મમાં જોવા મળશે, જે વૈશ્વિક દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ‘જટાધારા’ 7 નવેમ્બરે હિન્દી અને તેલુગુ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે દર્શકોને એક રોમાંચક અનુભવ આપશે.
આ પણ વાંચો…સોનાક્ષી સિન્હા લગ્ન બાદ આ હોરર-કોમેડી ફિલ્મમાં લોકોને ડરાવશે…