બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને તેની મેનેજર કોર્ટમાં હાજર ના રહેતા હવે તેમની સંપત્તિ જપ્ત કરવાનો…..
મુરાદાબાદ: મુરાદાબાદ સેશન્સ કોર્ટે ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હાની કંપની મેનેજર માલવિકા પંજાબી, ધોમિલ ઠક્કર અને એડગર્લ સાકરિયાને ફરાર જાહેર કર્યા હતા. અને તેમની સામે સંપત્તિ જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો. 2019માં છેતરપિંડીની એક ઘટનામાં મુરાદાબાદની ઈવેન્ટ કંપનીના ડાયરેક્ટર પ્રમોદ શર્માએ કટઘર પોલીસ સ્ટેશનમાં સોનાક્ષી સિન્હાની કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સોનાક્ષી સિન્હાને હાઈ કોર્ટ તરફથી 28 ફેબ્રુઆરી સુધી સ્ટે મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે 2019માં ઇવેન્ટ કંપનીના ડિરેક્ટર પ્રમોદ શર્માએ એક કાર્યક્રમ માટે સોનાક્ષી સિન્હાની મેનેજર માલવિકા પંજાબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ ધોમિલ ઠક્કર અને એડગર્લ સાકરિયાએ પ્રમોદ શર્મા સાથે એક ઇવેન્ટ માટે ડીલ કરી હતી. જે પ્રમાણે ડીલ કરવામાં આવી તે પ્રમાણે એડવાન્સ પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું હતું.
એડવાન્સ પેમેન્ટ કર્યા બાદ પણ સોનાક્ષી સિન્હા કાર્યક્રમમાં હાજર રહી ન હતી. ત્યારે ઇવેન્ટ કંપનીના ડિરેક્ટર પ્રમોદ શર્માએ પોતે આપેલું એડવાન્સ પેમેન્ટ પરત માંગ્યું હતું પરંતુ તે પેમેન્ટ પણ પરત આપ્યું નહોતું. ત્યરબાદ 22 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રમોદ શર્મા વતી કટઘર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં વારંવાર સમન્સ પાઠવવા છતાં ત્રણેય આરોપીઓમાંથી કોઈપણ આરોપી કોર્ટમાં હાજર થયા ન હતા. જે બાદ કોર્ટે તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. અને અભિનેત્રી સોનાક્ષી સિન્હાની કંપની મેનેજર માલવિકા પંજાબી, ધોમિલ ઠક્કર અને એડગર્લ સાકરિયાને ફરાર જાહેર કર્યા હતા