Ananya Pandeyના જીવનમાં થઈ someone specialની એન્ટ્રી…

હેડિંગ વાંચીને તમે કંઈ આડું અવળું વિચારો એ પહેલા તમને ચોખવટ કરી દેવાની કે આ તો અનન્યા માસી બની ગઈ છે એ વિશે વાત થઈ રહી છે. જી હા, બોલીવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Bollywood Actress Ananya Pandey)ની કઝીન બહેન અને બોલીવુડ એકટર ચંકી પાંડેની ભત્રીજી અલાના પાંડેને ત્યાં આજે કન્યારત્નનો જન્મ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અલાના પાંડેએ ગયા વર્ષે માર્ચ મહિનામાં હિન્દુ અને ક્રિશ્ચિયન બંને પદ્ધતિથી લગ્ન કર્યા હતા. થોડા સમય પહેલા જ અલાના અને તેના પતિ આઈવરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કરી હતી અને આજે સોમવારે બંને જણ એક દીકરીના મમ્મી પપ્પા બની ગયા હોવાની જાણ એક વીડિયો પોસ્ટ કરીને કરી છે.
વીડિયોમાં અલાના અને આઈવરે બેબીની એક ઝલક દેખાડી છે. અલાનાએ વીડિયો શેર કરીને લખ્યું છે કે અમારી નાનકડી પરી અહીંયા છે… વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી જ વાઈરલ થઈ ગયો છે.
ફેન્સ આ વીડિયો જોઈને અલાના અને આઈવરને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ સિવાય બિપાશા બસુ, જિબ્રાન ખાન, અદિતિ ભાટિયા જેવા સેલેબ્સ પણ અલાનાના આ વીડિયો પર લાઈક કમેન્ટ કરી ચૂક્યા છે.
વીડિયોમાં અલાના લાઈટ બ્લ્યુ કલરના સ્કર્ટ અને ટોપમાં જોવા મળી રહી છે જ્યારે બેબીને તેણે કો ઓર્ડ સેટ પહેરાવ્યો છે, જયારે આઈવરે પણ અલાના સાથે ટ્વીનિંગ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અલાના અને આઈવર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને જણ અવારનવાર સાથે દેશવિદેશમાં ફરતા પણ જોવા મળ્યા હતા. લગ્ન બાદ જ્યારે અલાનાએ પરિવાર સાથે આ ગુડ ન્યુઝ શેર કરી ત્યારે અનન્યા પાંડે, ચંકી પાંડે ખૂબ જ ખુશ થઈ ગયા હતા. એટલું જ નહીં પણ આખા પરિવારને આ ગુડ ન્યૂઝ સાંભળ્યા બાદ સેલિબ્રેશન પણ કર્યું હતું. હાલમાં અલાના પતિ આઈવર સાથે અમેરિકામાં રહે છે.