સોહા અલી ખાનના ઘરે પટૌડી પરિવારે કરી ધનતેરસની ઉજવણીઃ ભાઈ બહેનની જોડી છવાઈ ગઈ…

મુંબઈઃ દિવાળીનો તહેવાર દરેક વ્યક્તિને ખુશી અને ઉત્સાહથી ભરી દે છે અને બોલીવુડના પરિવારોમાં પણ આ જશ્નની અલગ જ રોનક જોવા મળે છે. આ વખતે પટૌડી ખાનદાને ધનતેરસના અવસરે એકસાથે મળીને આનંદ માણ્યો.
જેની ઝલક તેમના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પારિવારિક મેળાવડો સોહા અલી ખાનના ઘરે યોજાયો હતો, જ્યાં તમામ સભ્યો ટ્રેડિશનલ લૂકમાં એટ્રેક્ટિવ લાગતી હતી.

સોહા અલી ખાને આ પાર્ટી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પાર્ટીમાં તેની સાથે પતિ કુણાલ ખેમુ, ભાઈ સૈફઅલી ખાન અને ભાભી કરીના કપૂર સહિતના અન્ય પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. તમામ લોકો ટ્રેડિશનલ લૂકમાં પાર્ટીનો આનંદ માણતા હતા. આ પાર્ટીમાં ભાઈ બહેનની જોડીએ લાલા રંગમાં ટ્વિનિંગ કર્યું હતું.

કરીના કપૂર આઈસ બ્લુ આઉટફિટમાં પોતાનો અલગ અંદાજ બતાવી રહી હતી. જ્યારે કરિશ્મા કપૂર બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં સુંદર લાગતી હતી. સોહા અને તેની દીકરી ઈનાયા સાથેની તસવીરોમાં સીડી પર બનેલી રંગોળી સાથે પોઝ આપતા જોવા મળી હતી. આ ઉપરાંત, સોહા, કરીના, કરિશ્મા અને અમૃતા અરોરાની ગર્લ ગેંગે પણ સાથે પોઝ કરીને જશ્નને વધુ રંગીન બનાવ્યો.

સોહા અલી ખાને આ તહેવારમાં પોતાના ઘરના સ્ટાફને પણ સમાવીને તેને પારિવારિક અનુભવ આપ્યો અને તેની સાથે તસવીરો ક્લિક કરાવી. કેપ્શનમાં તેમણે ધનતેરસને જોડીને ‘સોલિડ ગોલ્ડ’ જેવી એનર્જીનો ઉલ્લેખ કર્યો. આ તસવીરો પર ચાહકોના કમેન્ટ્સનો વરસાદ વરસાવ્યો હતો, જ્યાં આ પરિવારને ‘હેપ્પી ફેમિલી’ કહીને પ્રેમ વરસાવી રહ્યા છે.
