Soha Ali Khanઆ કોની સાથે સેલિબ્રેટ કર્યો Women’s Day? શેર કર્યા ફોટો…
Soha Ali Khanએ આજે મહિલા દિવસ નિમિત્તે પોતાના સોશિયલ મીડિયા પર પોતાની ફેવરિટ લેડિઝના ફોટો શેર કર્યા છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની માતા શર્મિલા ટાગોર અને દીકરીના ફોટો શેર કર્યા છે અને કહેવાની જરૂર ખરી કે ફોટોમાં એ ત્રણેય રોયલ લેડી એકદમ સુંદર અને ગ્રેસફૂલ લાગી રહી છે?
સોહા અલી ખાને મહિલા દિવસ નિમિત્તે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ સુંદર ફોટો શેર કર્યો છે અને આ ફોટોમાં હિંદી ફિલ્મની દિગ્ગજ અદાકારા શર્મિલા ટાગોર અને દીકરી ઈનાયા જોવા મળી રહી છે.
આ ફોટોમાં સોહા, શર્મિલા અને ઈનાયા એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરતી જોવા મળી રહી છે. ત્રણેયની બોન્ડિંગ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે, જ્યારે કેટલાકા ફોટોમાં સોહા અલી ખાનને માતા શર્મિલા ટાગોર સાડી પહેરાવતી જોવા મળી રહી છે.
શર્મિલા પણ પોતાની લાડકી દીકરી સોહાને એટલા જ પ્રેમથી સાડી પહેરાવી રહી છે. આ ફોટો શેર કરતાં સોહાએ કેપ્શનમાં લખ્યું છે કે કંઈક શિખવા અને શિખડાવવામાં ક્યારેય મોડું નથી થતું. મારી કેટલીક મનગમતી મહિલાઓ સાથે મહિલા દિવસની ઊજવણી કરી રહી છું.
અત્રે ઉલ્લેખનીય છે સોહા અલી ખાન પણ મમ્મી શર્મિલા ટાગોરની જેમ જ એક કાબિલ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ છે અને તેણે અત્યાર સુધી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. સોહાએ એક્ટર કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા છે અને બંનેને એક દીકરી છે જેનું નામ ઈનાયા છે. સોહા અવારનવાર ઈનાયાના ફોટો શેર કરતી જોવા મળે છે.