સોફિયાએ આગ લગાવી ટ્રેડિશનલ લૂકમાં

બોલ્ડ ક્વીન સોફિયા અંસારીએ તાજેતરમાં બોલ્ડ પણ ટ્રેડિશનલ લૂકને લઈ ચર્ચામાં છે. સોફિયા અંસારીના ગ્લેમર અંદાજને લઈને સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહે છે, જ્યારે તેના ચાહકો પણ તેના જોરદાર દિવાના છે.

સોફિયા સોશિયલ મીડિયા પર પણ જોરદાર એક્ટિવ રહે છે, જ્યારે તે હંમેશાં પોતાની બોલ્ડ પોસ્ટ અચૂક ઈન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર પોસ્ટ કરતી રહે છે. આ અગાઉ સોફિયા તેના ટ્રેડિશનલ લૂકવાળા ફોટોગ્રાફ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા પછી જોરદાર વાઈરલ થયા હતા, ત્યારબાદ ટૂ-પીસના ફોટોગ્રાફ પોસ્ટ કર્યા ત્યારે સોશિયલ મીડિયા પર રીતસરની આગ લગાવી હતી.

સોફિયા અંસારીના ટ્રેડિશનલ આઉટફીટ હોય કે પછી સાડી કે પછી પંજાબી સૂટમાં જોરદાર આગ લગાવે છે, જેમાં તાજેતરમાં કટસ્લીવ સૂટમાં કિલર પોઝ આપીને લોકોને ઘાયલ કરી નાખ્યા હતા, જ્યારે તેની પોસ્ટ પર પણ લોકોએ જોરદાર પ્રતિક્રિયાઓ આપી હતી.

સોફિયા અંસારીએ અગાઉ સિલ્ક સાડીમાં પણ પોઝ આપ્યા હતા, જેમાં બ્લાઉઝ પણ એકદમ મોર્ડન સ્ટાઈલનો પહેર્યો હતો. સોફિયાએ પોતાના લૂકને પર્ફેર્કટ કરવા માટે ચોકર નેકલેસ અને લાઈટ લિપસ્ટિક પણ કરી હતી, જ્યારે તેના કિલર સ્માઈલ તેના ચાહકોનું દિલ લૂટી લીધું હતું.

તમારી જાણ ખાતર જણાવી દઈએ સોફિયા અંસારીના ફોટોગ્રાફ અને વીડિયો હંમેશાં લાઈમલાઈટમાં રહે છે, જ્યારે તેની સ્ટાઈલની પણ લોકો અચૂક નોંધ લે છે. આમ છતાં સોફિયા ટ્રોલિંગ પણ તેને કરે છે, પરંતુ લોકો પર તેની કોઈ અસર પડતી નથી. ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેનારી સોફિયાના ઈન્સ્ટાગ્રામ પર 9.9 મિલિયન ફોલોઅર્સની સંખ્યા છે, જ્યારે તેના ચાહકો પણ તેની પોસ્ટની પણ રાહ જોતા રહે છે.