મનોરંજન

TMKOCનો કરોડો રૂપિયાના દેવામાં ડૂબેલો આ કલાકાર જીવી રહ્યો છે આવું જીવન…

વર્ષોથી ચાલતી, પોપ્યુલર કોમેડી ટીવી સિરીયલ Tarak Mehta Ka Ooltaah Chashmaahની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. પરંતુ સમયની સાથે આ શોમાં અનેક ફેરફારો આવ્યા, સ્ટાર કાસ્ટમાં પણ અનેક ફેરફારો જોવા મળ્યા, પણ આજે આપણે અહીં વાત કરીશું સિરીયલના એક એવા કલાકર વિશે કે જે આજે કરોડો રૂપિયાના દેવામાં ડૂબેલો છે, એટલું જ નહીં પણ લંગરમાં ભોજન કરવા માટે અને કામ માટે મજબૂર બની ગયો છે.

આવો જોઈએ કોણ છે આ કલાકાર અને કેમ તે આવું જીવન જીવવા મજબૂર છે-અમે અહીં વાત કરી રહ્યા છીએ આ સિરીયલમાં રોશનસિંહ સોઢીનો રોલ કરીને ઘર-ઘરમાં લોકપ્રિય બની ગયેલાં કલાકાર ગુરુચરણ સિંહની. એપ્રિલ મબહિનામાં એક કલાક સુધી ગાયબ રહ્યા બાદ જુલાઈમાં એક્ટર મુંબઈ પાછા ફર્યો છે. તેણે જ હાલમાં પોતાની સ્થિતિ વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેની પર 1.2 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે અને તેઓ કામ માંગી રહ્યા છે, પણ તેમને કોઈ કામ નથી મળી રહ્યું. આ કારણે તેઓ પાઈ-પાઈ માટે મોહતાજ થઈ ગયા છે.

એક ઈન્ટરવ્યુમાં પોતાની સ્થિતિ વિશે વાત કરતાં ગુરુચરણે જણાવ્યું હતું કે હું કામ શોધી રહ્યો છું, પણ મને કામ નથી મળી રહ્યું. મમ્મીની સારસંભાળ લેવા પોતાનું દેવું ચૂકતે કરવા માટે પણ મારે પૈસા કમાવવા છે. હું મારા જીવનની બીજી ઈનિંગ શરૂ કરવા માંગું છું. મને પૈસાની સખત જરૂર છે, કારણ કે મારે મારા ક્રેડિટકાર્ડ્સના બિલ ભરવા છે. મારે હજી પણ લોકો પાસેથી ઉધાર પૈસા લઈને મારું કામ ચલાવવું પડે છે, પણ મારું ડ્યૂ જમા થઈ રહ્યું છે. હું કામ કરવા માંગું છું. મેં સોલીડ ફૂડ ખાવાનું બંધ કરી દીધું ચે એક મહિનાથી લિક્વિડ ડાયેટ પર છું.

અત્રે ઉલ્લેખનીય છે કે એક્ટર એક મહિલાથી કામની શોધમાં મુંબઈમાં છે અને છેલ્લાં ચાર વર્ષથી એક્ટર જીવવનમાં સફળતાઓનો સામનો કર્યો છે. એક્ટરને લઈને એવી અફવાઓ પણ ઉડી હતી કે ગુરુચરણ સિંહ જ્યારે એક મહિના સુધી ગાયબ થઈ ગયા હતા એની પાછળ પણ આર્થિક મુશ્કેલીનું કારણ જ આપવામાં આવી રહ્યું હતું. પરંતુ બાદમાં એક્ટરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ અધ્યાત્મિક યાત્રા પર ગયા હતા અને જીવનને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button