
જંગલમાં એવા ખૂંખાર પ્રાણીઓ હોય છે કે જેની એક ડણક સાંભળીને આપણે થથરી જઇએ. આવા ખૂંખાર પ્રાણીઓને જોવા માટે જ પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવ્યા છે. આપણા દેશમાં તો આ અસામાન્ય બાબત છે, પણ વિદેશમાં લોકો આવા વિકરાળ પ્રાણીઓનો ઘરમાં પણ ઉછેર કરે છે. એવા ઘણા લોકો છે કે જેમણે આ વિકરાળ પ્રાણીઓને રાખવા માટે તેમના ઘરની અંદર એક નાનું પ્રાણી સંગ્રહાલય બનાવ્યું છે, જયાં તેઓ મુક્ત રીતે હરીફરી શકે. જો કોઈ ખૂંખાર પ્રાણી પાંજરા વગર રસ્તા પર મુક્તપણે ફરતું હોય તો આપણી હાલત ખરાબ થઇ જાય, પણ આવી બાબત દુબઇમાં ઘણી સામાન્ય છે. દુબઈમાં એવા ઘણા લોકો છે જેઓ વિકરાળ પ્રાણીઓ રાખવાનું પસંદ કરે છે અને તેઓએ તેમના ઘરમાં એક નાનું પ્રાણી સંગ્રહાલય પણ રાખ્યું છે.
દુબઈના અમીરોમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, જેનું નામ છે નાદિયા ખાર, જે હાલમાં દુબઈની શેરીઓમાં વાઘને લઇને સડકો પર લટાર મારતી જોવા મળી હતી. નાદિયા ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર એટલો વાઈરલ થયો કે એક મહિલાને રસ્તા પર વાઘને લઈને જતી જોઈને લોકો ચોંકી ગયા.
Read more: ‘મારા પતિથી દૂર રહેજે,’ જ્યારે કંગના રનૌત પર ભડકી હતી કાજોલ…
આ વીડિયોમાં મુસ્લિમ હસીના નાદિયા ખાર બ્રાન્ડેડ ફાટેલા કપડા પહેરેલી જોવા મળી રહી છે. તે દુબઈની શેરીઓમાં વાઘ સાથે જોવા મળે છે. વાઘના ગળામાં સાંકળ બાંધેલી છે, જે નાદિયાએ પકડી છે. ક્યારેક તે પ્રાણી સંગ્રહાલયની અંદર જોવા મળે છે, તો ક્યારેક તે બહાર પાર્કમાં ફરતી જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે નાદિયાએ લખ્યું છે કે દુબઈ સાવ અલગ છે. હું મારા પાલતુ વાઘને ફરવા લઈ જાઉં છું.
Read more: અમેરિકન સિંગરના લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન બન્યું કંઈક એવું કે…
આ વીડિયો સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ 57 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને 1 લાખ 45 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડ્યો પર લોકો જાતજાતની કમેન્ટ કરી રહ્યા છે. એક નેટિઝને લખ્યું હતું કે, ‘તમે એટલા સુંદર છો કે હું તમારા પરથી નજર હટાવી શકતો નથી. હું વાઘને પણ જોઈ શકતો નથી.’ તો અન્ય એકે લખ્યું હતું કે, ‘બિચારો ગરીબ વાઘ, તે કાર્ટૂન સાથે કેટલી સુંદર રીતે ચાલી રહ્યો છે.’ મુસ્લિમ બ્યુટી નાદિયા ખાર એક મોડલ અને ઈન્સ્ટાગ્રામ સ્ટાર છે, જે પોતાના શાનદાર દેખાવ અને ફિગર માટે જાણીતી છે.