Cannes film festival: આ બે અભિનેત્રીઓએ મચાવ્યો તરખાટ

હાલમાં દરેક જગ્યાએ Cannes film festivalની ચર્ચા ચાલી રહી છે. આ ફેસ્ટિવલ આમ તો અલગ અલગ ભાષાની સારી ફિલ્મોની સમીક્ષા માટે છે, પરંતુ અહીં આવતા સ્ટાર્સ અને ખાસ કરીને હીરોઈનોએ શું પહેર્યું અને તે કેવા લૂકમાં આવી તે વધારે ચર્ચામા રહે છે.
હાલમાં પણ અહીં અભિનેત્રી ઐશ્વર્યા રાયનો બ્લૂ કલરનો ડ્રેસ ચર્ચામાં છે, પરંતુ સાથે બીજી બે અભિનેત્રીઓ પણ ચર્ચામાં છે.
જેમાં એક છે શોભિતા ધુલીપાલ. આ અભિનેત્રીને તમે ઘણી હિન્દી અને તમિળ ફિલ્મોમાં જોઈ હશે. પોતાની ફિલ્મો અને અંગત જીવનને લઈને અવારનવાર ચર્ચામાં રહેતી અભિનેત્રી શોભિતા ધુલીપાલાનો લુક વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે તે સ્ટાઇલિશ ડ્રેસમાં જબરદસ્ત પોઝ આપી રહી છે. તેનો કાનનો લૂક વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
તો Kiara Advaniએ પણ કાન્સમાં જાદુ વિખેર્યો છે. કિયારાનો કાન્સ લૂક પણ ભારે લોકપ્રિય બન્યો છે. નેટ યુઝર્સ તેને તેને જોઈને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.