મનોરંજન

… તો આ છે બચ્ચન પરિવારનો સૌથી ગરીબ સદસ્ય, આટલી જ સંપત્તિનો છે માલિક!

બી-ટાઉનનું મોસ્ટ પાવરફૂલ અને ટેલેન્ટેડ ફેમિલી એટલે બચ્ચન પરિવાર. 81 વર્ષે પણ આ ફેમિલીના મોભી એક્ટિંગની દુનિયામાં એકદમ એક્ટિવ છે અને તેમનો જાદુ વર્ષો બાદ પણ હજી યથાવત છે. આ પરિવારમાં બીજા પણ ઘણા સુપરસ્ટાર્સ છે, જે દર વર્ષે કરોડોની કમાણી કરે છે. જો તમને કોઈ પૂછે કે બચ્ચન પરિવારમાં સૌથી અમીર કોણ છે તો કદાચ તમને આ સવાલનો જવાબ ખબર જ હશે, પણ શું તમે એ વાત જાણો છો કે બચ્ચન પરિવારમાં સૌથી વધુ ગરીબ કોણ છે? નહીં ને? ચાલો આજે અમે તમને બચ્ચન પરિવારના સૌથી ગરીબ સદસ્યનો પરિચય કરાવીએ.

અમિતાભ બચ્ચનની દોહિત્રીથી શરૂઆત કરીએ. નવ્યા નવેલી નંદા નાના-નાની અમિતાભ અને જયા બચ્ચન સાથે જ રહે છે અને એક રિપોર્ટ પર વિશ્વાસ કરીએ આજની તારીખમાં નવ્યાની કુલ સંપત્તિ 15 કરોડ રૂપિયા જેટલી છે. જ્યારે નવ્યાની માતા અને સિનીયર બચ્ચનની લાડકવાયી શ્વેતા બચ્ચન-નંદાની વાત કરીએ તો શ્વેતાની કુલ સંપત્તિ 60 કરોડ રૂપિયા જેટલી હશે.

આગળ વધીએ અને વાત કરીએ બચ્ચન પરિવારના કાનકુંવર અભિષેક બચ્ચનની. અભિષેતક બચ્ચનની કુલ સંપત્તિ 212 કરોડ રૂપિયા છે. આજકાલ ભલે જુનિયર બચ્ચન ફિલ્મોમાં વધારે જોવા ના મળતો હોય પણ તેમ પ્રો કબડ્ડી ટીમ, ફૂટબોલ ટીમ અને બ્રાન્ડ્સમાંથી પણ પુષ્કળ કમાણી કરે છે.

આ યાદીમાં જયા બચ્ચનનું નામ પણ આવે છે જયા બચ્ચનની કુલ સંપત્તિ 640 કરોડ રૂપિયા છે અને હાલમાં જ તેઓ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળ્યા હતા. બચ્ચન પરિવારની વહુ એટલે કે સુપરસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચનની વાત કરીએ તો મળી રહેલાં રિપોર્ટ્સ અનુસાર ઐશ્વર્યાની કુલ સંપત્તિ 776 કરોડ રૂપિયા છે અને ઐશ્વર્યા માત્ર ફોટોગ્રાફી જ નહીં પરંતુ બ્રાન્ડમાંથી પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે.

ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી પોતાના કરિયરની શરૂઆત કરનારા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની વાત કરીએ તો તેમની પહેલી કમાણી માત્ર 500 રૂપિયા હતી. પરંતુ આજે 81 વર્ષની ઉંમરે બિગ બી એક ફિલ્મ માટે 6 કરોડ રૂપિયાની જંગી ફી વસૂલે છે અને મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો અમિતાભની કુલ સંપત્તિ 3,190 કરોડ રૂપિયા છે.

હવે તમને થશે કે તો શું નવ્યા બચ્ચન પરિવારની સૌથી ગરીબ સદસ્ય છે તો નહીં ભાઈ. હજી બચ્ચન પરિવારના એક સભ્ય વિશે તો વાત કરવાની જ રહી ગઈ છે અને આ સદસ્ય છે શ્વેતાનો દીકરો અગસ્ત્ય નંદા. અમિતાભ બચ્ચનના દોહિત્ર અને શ્વેતા બચ્ચનના પુત્ર અગસ્ત્યએ તાજેતરમાં જ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે અને રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 2 કરોડ રૂપિયા છે, એટલે અગસ્ત્યને બચ્ચન પરિવારનો સૌથી ગરીબ સદસ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button