સ્મૃતિ મંદાનાના બોલિવૂડની આ હસ્તી સાથે કરશે લગ્ન? જાણો કોની સાથે ચાલી રહી છે સગપણની વાત | મુંબઈ સમાચાર
મનોરંજન

સ્મૃતિ મંદાનાના બોલિવૂડની આ હસ્તી સાથે કરશે લગ્ન? જાણો કોની સાથે ચાલી રહી છે સગપણની વાત

મુંબઈ: બોલિવૂડ અને ક્રિકેટ જગતની હસ્તીઓનો લગ્નના તાંતણે બંધાવાનો ઇતિહાસ વર્ષો જૂનો છે. આ ઇતિહાસ ફરી એકવાર પૂનરાવર્તિત થાય એવા એંધાણ મળી રહ્યા છે. જોકે, આ વખતે કોઈ પુરુષ ક્રિકેટર નહીં, પરંતુ એક મહિલા ક્રિકેટર બોલિવૂડની હસ્તી સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ મહિલા ક્રિકેટર કોણ છે અને તે બોલિવૂડની હસ્તી કોણ છે? આવો જાણીએ.

બોલિવૂડના ગાયકે કર્યો ખુલાસો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી અને ‘ગ્લેમર ગર્લ’ સ્મૃતિ મંધાના હાલ શાનદાર ફોર્મમાં છે. એક તરફ તે ભારતમાં ઇંગ્લેન્ડ સામેની ICC મહિલા ODI વર્લ્ડ કપ મેચની તૈયારી કરી રહી છે. બીજી તરફ તેના લગ્નની વાત સામે આવી છે. આ વાત તેના કથિત બોયફ્રેન્ડ અને બોલિવૂડના ફિલ્મ નિર્માતા-ગાયક પલાશ મુચ્છલ દ્વારા કરવામાં આવી છે.

મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાયક પલાશ મુચ્છલે જણાવ્યું છે કે, “ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના ટૂંક સમયમાં ઇન્દોરની વહુ બનશે.” લાંબા સમયથી પલાશ મુચ્છલ અને સ્મૃતિ મંધાનાના સંબંધોની અટકળો ચાલી રહી હતી. આ બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર સાથે જોવા મળ્યા છે, જોકે તેમણે ક્યારેય જાહેરમાં પોતાના સંબંધોની પુષ્ટિ કરી ન હતી.

કોણ છે પલાશ મુચ્છલ

ઉલ્લેખનીય છે કે, પલાશ મુચ્છલ બોલિવૂડમાં સંગીતકાર અને ફિલ્મ નિર્માતા તરીકે સક્રિય છે. તેણે ‘ઢિશ્કિયાઉ’ ફિલ્મથી સંગીત કારકિર્દીની શરૂઆત કરીને “ભૂતનાથ રિટર્ન્સ” નું “પાર્ટી તો બનતી હૈ” ગીત ગાયું હતું. હાલમાં તે તેની નવી ફિલ્મ ‘રાજુ બેન્ડ વાલા’નું દિગ્દર્શન કરી રહ્યો છે. પલાશ મુચ્છલની બહેન પલક મુચ્છલ પણ એક જાણીતી બોલિવૂડ ગાયિકા છે.

સ્મૃતિ મંધાના હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે અડધી સદી ફટકારી હતી. બેક-ટુ-બેક સદીના કારણે તે ODIમાં આ વર્ષની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની છે. ક્રિકેટના મેદાન પર મંધાનાનું પ્રદર્શન આગામી મેચોમાં કેવું રહે છે તે જોવું રસપ્રદ રહેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button