સ્મૃતિ ઈરાનીને કોને આપી ડાયટ એડવાઈસ કહ્યું કે ફીટ રહે ફેટ ના થઇશ…

મુંબઈ: આમતો સ્મૃતિ ઈરાની મિડીયાની પણ એક જાણીતી હસ્તી રહી ચૂકી છે પરંતુ જ્યારથી તે રાજકારણમાં સક્રીય થઇ છે ત્યારથી તેના ચાહકોની સંખ્યા ઘણી વધી ગઇ છે આથી. સ્મૃતિ ઈરાનીની કોઇપણ બાબત લોકોથી છૂપી નથી રહેતી. વર્તમાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મિડીયા પર એક ઈવેન્ટની તસવીરો શેર કરી હતી જ્યાં તે જેકી શ્રોફ અને જેડી મજેઠિયા સાથે બેઠેલી જોવા મળે છે. તેમજ આ બંનેની કંપનીમાં એન્જોય કરતી જોવા મળે છે.
જો કે આ પોસ્ટમાં મહત્વની બાબત સ્મૃતિ ઈરાનીનું ફની કેપ્શન હતું. આ કેપ્શને સ્મૃતિના ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. સ્મૃતિ ઈરાની એ એકદમ અનોખા અંદાજમાં લખ્યું હતું કે ડાયચની સલાહના બે પ્રકાર, મહેનત વધારે કર પણ કોઈ ચમત્કાર નહિ થાય. ફિટ રહે પણ ફેટ ના થઇશ. ભીડુ, વજન ઉતારો. ફીટ રહો, જાડા ન થાઓ, ઈંડા, રીંગણ ખાઓ, પણ રોટલી ન ખાઓ… બહેન, વજન ઉતારો… ડાયટ કર.
આ પોસ્ટના ફોટામાં સ્મૃતિએ કાળા અને સોનેરી રંગની પ્રિન્ટેડ સાડી પહેરી છે, જ્યારે જેકીએ સંપૂર્ણપણે કાળા રંગના કપડાં પહેર્યા છે. તેણે નિર્માતા જેડી મજેઠિયા સાથેની એક તસવીર પણ શેર કરી છે.
બીજી તસવીરમાં સ્મૃતિ એક્ટર-પ્રોડ્યુસર જેડી મજેઠિયા સાથે વાત કરતી જોવા મળે છે. આ પોસ્ટ પર ઘણા ચાહકોએ કમેન્ટ કરી હતી એક યુઝરે લખ્યું હતું કે તમારી સેન્સ ઓફ હ્યુમર અદ્ભુત છે, તો બીજા એ લખ્યું કે તમે ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છો સ્મૃતિ મેડમ, તમે ખૂબ જ સુંદર મહિલા છો’, આ પોસ્ટ અને સ્મૃતિ ઈરાનીનું કેપ્શન પણ સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્મૃતિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.