સ્મૃતિ ઈરાનીએ કેમ છોડી ક્યોં કી સાસ ભી કભી બહુ થી સિરીયલ, કર્યો ચોંકાવનારો ખુલાસો…

ટેલિવિઝનના મોસ્ટ પોપ્યુલર શોની વાત થઈ રહી હોય અને એમાં એકતા કપૂરના શો ક્યોં કિ સાસ ભી કભી બહુ થીનો ઉલ્લેખ ના આવે તો જ નવાઈ. આ સિરીયલની સ્ટાર કાસ્ટના નામ આજે પણ દર્શકોના મોઢે રમતા રહે છે. હવે એવી માહિતી સામે આવી રહી છે કે શોની બીજી સિઝનનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે. ફેન્સ વચ્ચે આને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ શોની લીડ અને જાન રહી ચૂકેલી તુલસી વિરાણી એટલે કે સ્મૃતિ ઈરાનીએ આ શોને લઈને એવો ખુલાસો કર્યો છે જેના વિશે સાંભળીને તમે ચોંકી ઉઠશો.
જો તમે વિચારી રહ્યા છો કે શોની બીજી સિઝનની પ્લાનિંગ 2025માં કરવામાં આવી છે તો તમારો આ વિચાર ખોટો છે, કારણ કે એની પ્લાનિંગ 2014માં જ થઈ ગઈ હતી. પરંતુ છેલ્લી ઘડીએ સ્મૃતિએ બેક આઉટ કરી દીધું છે અને આવું એક કોલને કારણે થયું હતું. ખુદ સ્મૃતિ ઈરાનીએ આ વિશે ખુલાસો કર્યો હતો.
સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે તેમણે આવું એટલા માટે કર્યું હતું કારણ કે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી તરફથી એક ફોન આવ્યો હતો અને એ ચાન્સ એટલો મોટો હતો કે મેં એક્ટિંગ છોડીને રાજકારણમાં આગળ વધવાનું નક્કી કર્યું. એક ઈન્ટરવ્યુમાં સ્મૃતિ ઈરાનીએ આ બાબતનો ખુલાસો કર્યો હતો.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે જો તમે ક્યોં કી સાસ ભી કભી બહુ થીની પૂરી જર્ની જોશો તો સૌથી મોટું સિક્રેટ એ છે કે 2014માં મારી પાસે એને ફરીથી કરવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. પણ મેં પાછળ હઠવાનો નિર્ણય લીધો કારણ કે મને ભારતની સંસદમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે સેવા આપવી હતી. સેટ તૈયાર હતો, પણ પીએમઓથી ફોન આવ્યો કે તમારે શપથ લેવાની છે.
સ્મૃતિ ઈરાનીએ આ ઈન્ટરવ્યુમાં એવો ખુલાસો પણ કર્યો હતો કે રાજકારણમાં આગળ વધવા માટે માત્ર એક્તા કપૂરની સિરીયલની બીજી સિઝન જ નહીં પણ રિષી કપૂર સાથેની એક ફિલ્મની ઓફર પણ ઠુકરાવી હતી. જ્યારે મેં ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો તો મને રિશીજીએ ફોન કર્યો અને કહ્યું કે આ જ ટાઈમ છે નીકળી જાવ, દેશની સેવા કરવી એ કોઈ ફિલ્મ કે ટીવી શો કરવાથી ખૂબ જ મોટું કામ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્યોં કી સાભ ભી કભી બહુ થી શો 2000ની સાલમાં શરૂ થયો હતો અને એ સમયે તે સૌથી લાંબો ચાલનારો શો હતો. શોનો છેલ્લો એપિસોડ 2008માં ઓન એર થયો હતો. 17 વર્ષ બાદ શોની સિક્વલથી ટીવીની ટીઆરપી ગેમને ઉથલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે
આપણ વાંચો : સ્મૃતિ ઈરાની અને મિહિરનું 25 વર્ષ પછી રી-યુનિયન: ‘તું બુઢ્ઢો ક્યારે થઈશ?!’