Sky Force અક્ષયની ફિલ્મ ઊંચી ઉડાન ભરી રહ્યું છે...

Sky Force: અક્ષયની ફિલ્મ તો અજય અને શાહરૂખની ફિલ્મો કરતા નીકળી ગઈ આગળ…

નવું વર્ષ કોઈને ફળે કે ન ફળે, પણ અભિનેતા અક્ષય કુમારને ફળશે તેમ લાગી રહ્યું છે. એક પછી એક નવ ફિલ્મો આપનારા ખિલાડી કુમારે કમબેક કર્યું છે. તેની ફિલ્મ સ્કાય ફોર્સનું કલેક્શન ત્રીજા દિવસે ઊંચી ઉડાન ભરી રહ્યું છે. ફિલ્મે જોરદાર કલેક્શન કર્યું છે. અક્ષય માટે વર્ષ 2025 ની શરૂઆત શુભ થઈ છે.

આ પણ વાંચો : અક્ષય કી તો નીકલ પડીઃ સ્કાય ફોર્સ બીજા દિવસે પણ કમાઈ કરોડોમાં, આજનો દિવસ મહત્વનો…

24મી જાન્યુઆરીએ સ્કાય ફોર્સ રિલીઝ થઈ હતી અને ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ જોરદાર કલેક્શન કર્યું છે. અક્ષયની ફિલ્મ દેશભક્તિની હોવાથી અને ગઈકાલે પ્રજાસત્તાક દિવસની રજા હોવાથી રવિવારે સારું કલેક્શન કર્યું છે. આ સાથે તેની ફિલ્મે ત્રીજા દિવસે ઘણા સ્ટાર્સની ફિલ્મોને પાછળ રાખી દીધી છે.

સૂત્રો અનુસાર ફિલ્મે ત્રીજા દિવસે રૂ. 27.50 કરોડનું કલેક્શન કર્યું છે. જે ત્રણ દિવસમાં અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન છે. બીજા દિવસે 22 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે સ્કાય ફોર્સે ત્રણ દિવસમાં ભારતમાંથી કુલ 61.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે. આટલું જ નહીં અક્ષયની ફિલ્મ રિલિઝ થયાના ત્રીજા દિવસની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ છે.

આ યાદીમાં સ્કાય ફોર્સ 34માં ક્રમે છે. તેની ફિલ્મે અજય દેવગનની દ્રશ્યમ 2ને પાછળ મૂકી છે. ફિલ્મે ત્રીજા દિવસે 27.17 કરોડની કમાણી કરી હતી. સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાન પણ આ લિસ્ટમાં ઘણી પાછળ છે. આ ફિલ્મે માત્ર 26.61 કરોડની કમાણી કરી હતી. પ્રભાસની કલ્કી 2898 એડીએ ત્રીજા દિવસે પણ માત્ર 26 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એમએસ ધોનીની બાયોપિક અને શાહરૂખ ખાનની ડિંકી પણ પાછળ છે.

આ પણ વાંચો : Umbarro review: ઘરનો નહીં મનનો ઉંબરો ઓળંગતી સાત મહિલાઓની હળવીફૂલ વાર્તા…

સ્કાય ફોર્સની સ્ટોરી વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા હવાઈ યુદ્ધની કથા લઈને આવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને વીર પહાડિયા સિવાય સારા અલી ખાન અને નિમરત કૌર જોવા મળશે.

સંબંધિત લેખો

Back to top button