સિતારે જમીન પર VS કુબેર; બોક્સ ઓફિસ કોણ મચાવશે ધૂમ? બે સુપરસ્ટારની ફિલ્મ વચ્ચે સીધી ટક્કર

મુંબઈઃ બોક્સ ઓફિસ પર અત્યારે બે ફિલ્મમાં એક સાથે રિલીઝ થઈ છે. તમિલ સુપરસ્ટાર ધનુષ (SuperStar Dhanush)ની કુબેર (Kuberaa) અને બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan)ની સિતારે જમીન પર (Sitaare Zameen Par) આજે રિલીઝ થઈ ગઈ છે. આ બન્ને ફિલ્મો સુપરસ્ટારની છે, જેથી દર્શકો કોને પ્રેમ આપશે તે ચોક્કસ કહી શકાય નહીં. કુબેરના ટ્રેલરને તો લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. જો સામે સિતારે જમીન પર ફિલ્મની કહાણીમાં દમ તો છે જ! પરંતુ કોણ કોને માત આપશે તે કમાણીના આંકડા પરથી જ જાણી શકાશે.
100 કરોડ રૂપિયાના બજેટમાં બની છે ધનુષની કુબેર
ધનુષની કુબેરની વાત કરવામાં આવે તો, ફિલ્મ જોયા પછી લોકોએ ખૂબ જ વખાણ કર્યાં છે. તો સામે કેટલાક લોકોએ ફિલ્મની આલોચના પણ કરી છે. પરંતુ મોટા ભાગના દર્શકોને ધનુષનો અભિનય ખૂબ જ પસંદ આવ્યો છે. આ ફિલ્મમાં નાણાકીય ગુનાઓની વાર્તા બતાવવામાં આવી છે. તે ગેરકાયદેસર નાણાં અને ભ્રષ્ટાચાર વિશે બતાવે છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થઈ છે. તેનું બજેટ ₹ 100 કરોડથી વધુ છે. શું હવે આ ફિલ્મ બજેટ જેટલી કમાણી કરી શકશે.
નિર્માતાઓએ તેના પ્રમોશનમાં કોઈ કસર છોડી નથી
બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર આજે 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. નિર્માતાઓએ તેના પ્રમોશનમાં કોઈ કસર છોડી નથી. ચાહકો પણ આ ફિલ્મ પર નજર રાખી રહ્યા છે અને જોવા માંગે છે કે શું આ ફિલ્મ આમિર ખાનના કરિયરને નવી દિશા આપશે? આમિરની છેલ્લી બે ફિલ્મો ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. જેથી આ ફિલ્મ માટે આમિરને સારી કમાણીની આશા છે.
સિતારે જમીન પર ફિલ્મે રિલીઝ પહેલા 3.31 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું
સિતારે ઝમીન પર એક એવી ફિલ્મ છે જેનો ઓપનિંગ ડે બ્લોકબસ્ટર થશે એવું લોકોને લાગી રહ્યું હતું. આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પરનું એડવાન્સ બુકિંગ બે દિવસ પહેલા શરૂ થયું હતું. શુક્રવાર સવાર સુધી ફિલ્મના 9,542 શો માટે 1,15,344 ટિકિટ વેચાઈ ગઈ છે. આ વેચાણ ત્રણેય વર્ઝન – હિન્દી, તમિલ અને તેલુગુ માટે છે. આ સાથે, ફિલ્મે રિલીઝ પહેલા જ 3.31 કરોડ રૂપિયાનું કુલ કલેક્શન કર્યું હતું. સામે કુબેરની વાત કરવામાં આવે તો તેની 12,000 ટિકિટો એડવાન્સ વેચાઈ હતી. જેથી એડવાન્સ બુકિંગમાં કુબેર ફિલ્મે 2 કરોડની કમાણી કરી હતી. એડવાન્સ બુકિંગમાં બન્ને ફિલ્મો ખૂબ જ નબળી રહી છે.
આ પણ વાંચો…આ શું લઈને પહોંચ્યો આમિર ખાન બીગ બી પાસે કે બીગ બી પણ થઈ ગયા શૉક્ડ…