મનોરંજન

સિતારે જમીન પર ફિલ્મે પહેલા વીકેન્ડમાં 5 ફિલ્મોને પછાડી! 3 દિવસમાં અડધાથી વધારે બજેટ વસૂલ કર્યું

મુંબઈઃ આમિર ખાનની સિતારે જમીન પર 20મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અત્યારે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. શરૂઆત તો ઠીક હતી પરંતુ હવે સારી એવી રફ્તાર પકડી છે. પહેલા અઠવાડિયાના અંતે સિતારે જમીન પર ફિલ્મે ટિકિટ બારી પર કમાલ કરી અને ઘણી કમાણી કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ચાલો અહીં જાણીએ કે સિતારે જમીન પર ફિલ્મે રવિવારે કેટલી કમાણી કરી છે?

ત્રીજા દિવસે એટલે કે રવિવારે 29 કરોડ રૂપિયાનો વેપાર કર્યો

આમિરની છેલ્લી બે ફિલ્મોને જોતા સિતારે જમીન પર ફિલ્મ વધારે સફળ દેખાઈ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નહીં ચાલે તેવું લોકોને લાગતું હતું. પરંતુ અત્યારે ફિલ્મની કમાણીએ દરેકના મોઢા બંધ કરી દીધા છે. રિલીઝ થયા પછી આ ફિલ્મે તેના મજબૂત કલેક્શનથી વિવેચકોને યોગ્ય જવાબ આપ્યો છે. સિતારે જમીન પરને દર્શકો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં આમિર ખાનના મજબૂત અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે, જ્યારે ફિલ્મના 10 નવા કલાકારોના અભિનયએ પણ દર્શકોના હૃદયને સ્પર્શી લીધું છે.

ત્રણ દિવસમાં સિતારે જમીન પર ફિલ્મે 59.90 કરોડ રૂપિયા છાપ્યા

સિતારે જમીન પર ફિલ્મ જોવા માટે દર્શકો થિયેટરોમાં ઉમટી પડ્યા છે. શનિવાર અને રવિવારે, સિતારે જમીન પર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી અને ઘણી કમાણી કરી. ફિલ્મના કલેક્શન વિશે વાત કરીએ તો પહેલા દિવસે 10.7 કરોડ રૂપિયા, બીજા દિવસે 20.2 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે એટલે કે રવિવારે 29 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. આ સાથે માત્ર ત્રણ જ દિવસમાં સિતારે જમીન પર ફિલ્મે 59.90 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ફિલ્મે વીકેન્ડની કમાણીમાં પાંચ ફિલ્મોને રેકોર્ડ તોડી દીધો

વીકેન્ડની કમાણીમાં અન્ય ફિલ્મોની વાત કરવામાં આવે તો, જાટ ફિલ્મે 40.62 કરોડ, કેસરી ચેપ્ટર 2 ફિલ્મે 29.62 કરોડ રૂપિયા, ભૂલ ચૂક માફ ફિલ્મે 28.71 કરોડ રૂપિયા, ગેમ ચેન્જરે 26.59 કરોડ રૂપિયા અને દેવા ફિલ્મે 19.43 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. આ દરેક ફિલ્મને પાછળ છોડીને સિતારે જમીન પર ફિલ્મ આગળ નીકળી ગઈ છે. સિતારે જમીન પર ફિલ્મનું બજેટ 90 કરોડ રૂપિયા છે. જ્યારે માત્ર ત્રણ દિવસમાં જ 59 કરોડ રૂપિયા તો છાપી લીધા છે. બજેટ કાઢતા પણ આ ફિલ્મ સારી એવી કમાણી કરવાની છે.

આ પણ વાંચો…શું સિતારે જમીન પર અક્ષય કુમારની હાઉસફુલ 2નો રેકોર્ડ તોડશે? બીજા દિવસે કરી બંપર કમાણી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button