બોક્સ ઓફિસ પર સિતારે જમીન પર અને મેટ્રો ઈન દિનોની ધૂમ, જાણો ફિલ્મે કર્યું કેટલું કલેક્શન

બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન તેમની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ સાથે ચર્ચામાં છે. ‘લાલ સિંહ ચડ્ઢા’ની નિષ્ફળતા બાદ ત્રણ વર્ષના વિરામ પછી આમિરે સિતારે જમીન પર થી ધમાકેદાર રીએન્ટ્રી લીધી છે. તેમની આ ફિલ્મને દર્શકોનો ઉમળકાભેર પ્રેમ મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ, અનુરાગ બાસુની ‘મેટ્રો ઇન દિનો’ પણ રિલીઝ થઈ છે, જે દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે.
‘સિતારે જમીન પર’એ પ્રથમ દિવસે 10.7 કરોડની નેટ કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે આ કમાણી સીધી ડબલ થઈ હતી. ધીમી શરૂઆત બાદ અમારી ખાનના સિતાર જમીન પર આકાશ પર પહોંચ્યા હતા. આ ફિલ્મે ત્રીજા દિવસે 27.25 કરોડની કમાણી કરી હતી. જ્યારે 19 દિવસ બાદ સિતારે જમીન પરએ કુલ 151.63 કરોડનો વકરો કર્યો છે.
આપણ વાંચો: આલિયા ભટ્ટની ભૂતપૂર્વ આસિસ્ટન્ટ વેદિકા શેટ્ટીની ₹77 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ
બીજી તરફ, અનુરાગ બાસુની ‘મેટ્રો ઇન દિનો’, જે 2007ની ‘લાઈફ ઇન અ મેટ્રો’ની સિક્વલ છે, 4 જુલાઈએ રિલીઝ થઈ. આ મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામામાં સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર, નીના ગુપ્તા, અનુપમ ખેર, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને ફાતિમા સના શેખ જેવા કલાકારો છે. ફિલ્મની ભાવનાત્મક સ્ટોરી સાથે શહેરી જીવનના પ્રેમ અને સંબંધોની જટિલતાઓને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી હતી. પ્રથમ દિવસે ફિલ્મે 3.5 કરોડનું કલેક્શન કર્યુ હતું. જ્યારે બીજા દિવસે 6 કરોડ, ત્રીજા દિવસે 7.25 કરોડ અને ચોથા દિવસે 2.5 કરોડની કમાણી બાદ પાંચમા દિવસે 2.9 કરોડનો કમાણી કરી હતી. મેટ્રો ઈન દિનો એ કુલ 22.15 કરોડનું કલેક્શન કરી લીધું છે.
‘મેટ્રો ઇન દિનો’ ફિલ્મે બોક્સ ઓફીસ ‘ઇમરજન્સી’ (20.48 કરોડ) અને ‘ફતેહ’ (18.87 કરોડ) જેવી ફિલ્મોની લાઈફટાઈમ કમાણીને પાછળ છોડી દીધી છે. જ્યારે 2025ની ટોપ 10 ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવવા માટે તેને ‘ધ ડિપ્લોમેટ’ના 40.73 કરોડના કલેક્શનને વટાવવાનું છે, જે બીજા સપ્તાહના અંત સુધીમાં પૂર્ણ થઈ જવાનું શક્ય છે. બંને ફિલ્મો ‘સિતારે જમીન પર’ અને ‘મેટ્રો ઇન દિનો’એ દર્શકોના દિલ જીત્યા છે.