મનોરંજન

સિતારે જમીન પર ફિલ્મ સામે કાજોલની ફિલ્મ હારી! કન્નપ્પાએ પણ દમ તોડ્યો, જાણો બોક્સ ઓફિસના આંકડા…

મુંબઈઃ બોક્સ ઓફિસ પર અત્યારે આમિર ખાનની ‘સિતારે જમીન પર’ (Sitaare Zameen Par) ધૂમ મચાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આમિર ખાન (Aamir Khan)ને આ ફિલ્મ સારી એવી કમાણી કરી આપી રહી છે. છેલ્લી બે ફિલ્મો તેની ફ્લોપ રહી હતી પરંતુ ‘સિતારે જમીન પર’ ફિલ્મે 100 કરોડથી પણ વધારે કમાણી કરી લીધી છે. જો કે, 12મો દિવસે ‘સિતારે જમીન પર’ સારી કમાણી કરી શકી નથી. આ ફિલ્મને ટક્કર આપવા માટે અત્યારે કાજોલની ‘મા’ ફિલ્મ પણ બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી રહી છે.

આમિર ખાનની ફિલ્મે મંગળવારે 4.24 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું
સુપરસ્ટાર આમિર ખાન અને જેનેલિયા ડિસોઝા દેશમુખની ફિલ્મ ‘સિતારે જમીન પર’ 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ 2007ની ફિલ્મ ‘તારે જમીન પર’ની સિક્વલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મે સોમવારે બોક્સ ઓફિસ પર 3.75 કરોડ રૂપિયા અને મંગળવારે 4.24 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેના પછી સિતારે ઝમીં પરનું કુલ કલેક્શન 130.64 કરોડ રૂપિયા થઈ ગયું છે. પરંતુ હવે ફિલ્મની કમાણીમાં ઘટાડો આવી રહ્યો છે.

કાજોલની ‘મા’ ફિલ્મે બોક્સ ઓફિસ પર રફ્તાર પકડી
આમિરની ‘સિતારે જમીન પર’ ફિલ્મને ટક્કર આપવા માટે કાજોલની હોરર ફિલ્મ ‘મા’ પણ 27મી જૂને બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. પહેલા આ ફિલ્મને ઠીકઠાક પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ હવે તેની કમાણીમાં વધારો થઈ રહ્યો છે. મીડિયા રિપોર્સ્ટ પ્રમાણે ‘મા’ ફિલ્મે સોમવારે 2.3 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો, જ્યારે મંગળવારે 1.75 કરોડનો વેપાર કર્યો હતો. કાજોલની ‘મા’ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 23 કરોડ રૂપિયાનો વેપાર કરી લીધો છે.

કન્નપ્પા ફિલ્મે કુલ 27.45 કરોડ રૂપિયાની કમાણી કરી
બોક્સ ઓફિસ પર સિતારે જમીન પર અને મા ફિલ્મ સાથે સાથે સાઉથની પૌરાણિક ફિલ્મ કન્નપ્પા પણ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિષ્ણુ માંચુ, મોહન બાબુ, પ્રભાસ અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. કન્નપ્પાએ સોમવારે 2.3 કરોડ રૂપિયા અને મંગળવારે 1.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેના પછી કુલ કલેક્શન 27.45 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. સિનેમાઘરોમાં ફિલ્મ જોવા માટે જેવાનો ક્રેઝ અત્યારે વધી રહ્યો છે. પરંતુ છાવા બાદ કોઈ એવી ફિલ્મ નથી આવી જેણે 500 કરોડથી વધારે કમાણી કરી હતી.

આ પણ વાંચો : ‘કન્નપ્પા’ ફિલ્મ પાઇરસીનો બની શિકાર: નિર્માતાઓએ 30,000 લિંક્સ હટાવી!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button