મનોરંજન

સિંઘમ અગેઈનઃ રણબીરને ચમકાવતા ફર્સ્ટ લૂકના પૉસ્ટરમાં બેકગ્રા્ઉન્ડમાં બજરંગબલી

રોહિત શેટ્ટીની સિંઘમ ફ્રેંચાઈઝીની સિંઘમ અગેનનો ફર્સ્ટ લૂક અજય દેવગમે લૉંચ કર્યો ને ફેન્સને મજા આવી ગઈ. ફિલ્મ હાલમાં ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં એકવાર ફરી સિંઘમ એટલે કે અજય દેવગણની જબરજસ્ત એક્શન જોવા મળશે. સિંઘમ અગેનમાં ટાઈગર શ્રોફથી લઈને અક્ષય કુમાર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોરદાર એક્શન સીક્વેંસ કરતા જોવા મળી રહ્યા છે.

અજય દેવગણે આજે ટ્વીટર પર સિંઘમ અગેનનો રણવીર સિંહનો ફસ્ટ લૂક શેર કર્યો છે. પોસ્ટરમાં રણવીર સિંહ પોલીસની વર્દીમાં જોરદાર દેખાઈ રહ્યો છે. સંગ્રામ ભાલેરાવની ભૂમિકામાં જોવા મળતા રણવીર સિંહના આ પોસ્ટરમાં ભગવાન હનુમાનજીની તસવીર જોવા મળી રહી છે. તો રણવીર સિંહના પોસ્ટર શેર કરતા અજય દેવગણે કેપ્શનમાં લખ્યું છે કે, મારી ટુકડીનો સૌથી કુખ્યાત ઓફિસર અધિકારી.

અજય દેવગણ દ્વારા સિંઘમ અગેનનું રણવીર સિંહનું પહેલું પોસ્ટર જાહેર કરી દીધુ છે. જેમાં ફેન્સને ઘણુ પસંદ આવી રહ્યું છે. જોકે રણવીર કરતા પણ લોકોને અજય દેવગણના ફર્સ્ટ લૂકમાં વધારે રસ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button