મનોરંજન

Singham again મલ્ટિસ્ટારર, પણ આ સ્ટાર પર ફેન્સ થયા ઓળઘોળ


રોહીત શેટ્ટીની સિંઘમની વધુ એક ફ્રેન્ચાઈઝી દર્શકોનું મનોરંજન કરવા આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર લૉંચ થયું છે અને શેટ્ટીની ફિલ્મ ટિપિકલ ફૂલ ટુ એન્ટરટેઈમેન્ટ હોવાનું જમાઈ રહ્યું છે. આ ફિલ્મ એક તો એક્શન અને રોમાંસથી ભરપૂર છે અને બીજી બાજુ તેમાં એકથી એક ચડિયાતા સ્ટાર છે.

કૉપ યુનિવર્સિટીનું વધુ એક ચેપ્ટર દર્શકો સામે આવશે ત્યારે કોપ તરીકે એક નહીં ચાર મોટા કલાકારો છે. એક તો અજય દેવગન જે પહેલી સિંઘમ ફિલ્મથી છે. બીજો રણવીર સિંહ જે અગાઉ સિમ્બામાં આ જ રૂપમાં જોવા મળ્યો હતો, ત્રીજો ટાઈગર શ્રોફ જે સિંઘમ ફ્રેન્ચાઈઝીમાં પહેલીવાર જોવા મળશે અને આ વખતે એક લેડી સિંઘમ પણ છે, જે દિપીકા પદુકોણ છે.

દીપિકાએ આ ફિલ્મનું શૂટિંગ પ્રેગનન્સીમાં પણ કર્યું હોવાના અહેવાલ છે, પરંતુ તેને લેડી સિંઘમ તરીકે જોઈ ફેન્સને મજા પડી ગઈ છે. દીપિકા એકદમ સ્ટનિંગ લાગે છે અને તેનો રોલ ફની પણ છે.

આ પણ વાંચો :Bhool Bhulaiyaa 3ની રિલિઝ પહેલા આ મંજૂલિકા ક્યાંથી આવી? જેને જોઈને તમે…

બીજી બાજુ ફિલ્મની કથા રામાયણ પર આધારિત છે, જેમાં પોતાની સીતા એટલે કે કરિના કપૂરને રાવણ એટલે કે અર્જૂન કપૂરના સકંજામાંથી છોડાવવા રામ એટલે કે અજય દેવગન મેદાને પડે છે અને તેની સાથે લક્ષ્મણરૂપે ટાઈગર શ્રોફ અને હનુમાન તરીકે રણવીર સિંહ જોડાઈ છે.

ફિલ્મમાં જેકી શ્રોફ અને અક્ષય કુમાર પણ છે. ફિલ્મ દિવાળી ઉપર થિયેટરો પર આક્રમણ કરશે ત્યારે એક્શનપેક ફિલ્મ જોનારાઓને પસંદ પડશે તે મ લાગી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button