મનોરંજન

કેટલાક સિન્સ ડિલીટ કરાવ્યા બાદ સિંઘમ અગેઇનને મળ્યું U/A સર્ટિફિકેટ

રોહિત શેટ્ટીની એક્શન પેક્ડ ફિલ્મ સિંઘમ અગેઇન દિવાળી પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મને સેંસર બૉર્ડ દ્વારા પાસ કરી દેવામાં આવી છે. ફિલ્મને U/A સર્ટિફિકટ આપવામાં આવ્યું છે. જોકે, સેન્સર બૉર્ડે કેટલાક વિવાદીત સીન્સ પર કાતર પણ ચલાવી છે.

સિંઘમ અગેઇનને રામાયણ સાથે જોડવામાં આવી રહી છે. એવા સમયે લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ ના પહોંચે અને કોઇ વિવાદ ના થાય એ માટે સેન્સર બૉર્ડે ફિલ્મમાંથી 7.12 મિનિટના ફૂટેજને સેન્સર કર્યું છે.

સેન્સર બૉર્ડની ટીમે ફિલ્મમાં બે જગ્યાએ 23 સેકન્ડના સીનને બદલવા માટે જણાવ્યું છે. 23 સેકન્ડના પહેલા સીનમાં સિંઘમ (અજય દેવગન) અવની (કરીના કપૂર) અને સિમ્બાને ભગવાન રામ, માતા સીતા અને હનુમાનના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે, જ્યારે 23 સેકન્ડ લાંબા બીજા સીનમાં સિંઘમ અને ભગવાન રામના ચરણ સ્પર્શવાળો સીન દર્શાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત સેન્સર બૉર્ડે 16 સેકન્ડનો એક સીન પણ કટ કરવાનું કહ્યું છે. આ સીનમાં રાવણ સીતા માતાને પકડી રહ્યો છે અને તેમને ખેંચી રહ્યો છે. એટલું જ નહીં એક સિમ્બાનો એક ફ્લર્ટ કરતો 29 સેકન્ડનો સીન પણ કાઢી નાખવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ફિલ્મના બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા શિવ સ્ત્રોતને પણ ડિલીટ કરાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સિંઘમ અગેઇનમાં થશે ‘હુડ હુડ દબંગ દબંગ’, સલમાન ખાન કરશે કેમિયો?

આ ઉપરાંત ફિલ્મમાં એક 26 સેકન્ડના ડાયલોગને પણ સેન્સર કર્યો છે. બૉર્ડનું કહેવું છે કે આ ડાયલોગથી ભારતના પડોશી દેશ સાથેના સંબંધને અસર પડી શકે છે.

સેન્સર બૉર્ડે ફિલ્મની શરૂઆતમાં એક ડિસક્લેમર જોડવા માટે કહ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. ફિલ્મની વાર્તા ભલે ભગવાન રામથી પ્રેરિત હોય પણ આ ફિલ્મના કોઇ પણ પાત્રને ભગવાનના રૂપમાં ના જોવામાં આવે. આ ફિલ્મમાં વર્તમાન સમયની સંસ્કૃતિ, સમાજ અને પરંપરા દર્શાવવામાં આવી છે.

તો તમે પણ થઇ જાવ તૈયાર. પહેલી નવેમ્બરે સિંઘમ અગેઇનની સવારી આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button