Singham Again પાછળ છોડીને પાંચમા દિવસે Bhool Bhulaiyaa 3 એ કરી કરોડોની કમાણી…

અત્યારે સિનેમાઘરોની અંદર અજય દેવગનની (Ajay devgan)’સિંઘમ અગેન‘ (Singham Again) અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3‘ (Bhool Bhulaiyaa 3) ધૂમ મચાવી રહી છે. બંને ફિલ્મો દિવાળી પર એકસાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. બંને ફિલ્મો પર ફેન્સનો પ્રેમ વરસી રહ્યો છે. અત્યાર સુધી ‘સિંઘમ અગેન’ ‘ભૂલ ભુલૈયા 3’ને માત આપી રહી હતી, પરંતુ પાંચમા દિવસે કાર્તિક આર્યનની ફિલ્મ બાજી મારતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : પહેલા બે દિવસ લક્ષ્મી બૉમ્બ, પણ પછી લવિંગિયા સાબિત થઈ બે બિગ બજેટ ફિલ્મો
પહેલા જ દિવસે ‘સિંઘમ અગેઇન’એ 43.5 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે બીજા દિવસે ફિલ્મે 42.5 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 35.5 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 18 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ‘સિંઘમ અગેઇન’એ ચાર દિવસમાં 148.32 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મે પાંચમા દિવસે અત્યાર સુધીમાં 8.57 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
‘ભૂલ ભુલૈયા 3’ એક જ દિવસમાં 35.5 કરોડની કમાણી:
કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ એ પહેલા દિવસે 35.5 કરોડની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મે બીજા દિવસે 37 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 33.5 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 18 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે ચાર દિવસમાં કુલ 133.14 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. ફિલ્મે અત્યાર સુધીમાં પાંચમા દિવસે 9.14 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે ‘ભૂલ ભૂલૈયા 3’ એ પાંચમા દિવસે ‘સિંઘમ અગેઇન’ કરતાં વધુ કમાણી કરી છે.
આ પણ વાંચો : કાર્તિક આર્યનની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ‘ભૂલ ભૂલૈયા 3’
જણાવી દઈએ કે ‘સિંઘમ અગેન’ને રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં છે. તે સિવાય ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અર્જુન કપૂર, ટાઈગર શ્રોફ, કરીના કપૂર, અક્ષય કુમાર અને જેકી શ્રોફ પણ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય ફિલ્મમાં સલમાન ખાન પણ એક કેમિયો છે.