યા અલી રહેમઅલી… ગીતના ગાયક જુબીન ગર્ગનું સ્કૂબા ડ્રાઈવિંગ કરતા મોત

ફિલ્મ ગેંગસ્ટરના યા અલી અહેમ અલી ગીતની ખૂબ જ જાણીતા થયેલા બોલીવૂડ સિંગર જુબીન ગર્ગનું સિંગાપોર ખાતે મોત થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સિંગર સ્કૂબા ડાઈવિંગ કરતા કરતા અકસ્માતે મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મૂળ આસામના સિંગર 52 વર્ષના હતા અને નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલમાં ભાગ લેવા સિંગાપોર ગયા હતા. આવતીકાલે એટલે કે 20 અને 21 સપ્ટેમ્બરે તેમના બે શૉ અહીં થવાના હતા, પરંતુ તે પહેલા જ તેમના નિધનના સમાચારે સમગ્ર સંગીતજગત અને ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે.
જુબીન અહીં સ્કૂબા ડાઈવિંગ કરી રહ્યા હતા અને તેમનું મોત થયું છે. તેમના બચાવવાના પ્રત્નો નિષ્ફળ ગયા અને સિંગાપોર જનરલ હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધો.
તેમના આ રીતે થયેલા અચાનક નિધનથી સૌ કોઈ શોકમાં ગરકાવ થઈ ગયા છે. આસામના હેલ્થ મિનિસ્ટરે પણ શોક વ્યક્ત કર્યો છે.
16મી સપ્ટેમ્બરે જ જુબીને ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે તેમના 20 અને 21 સપ્ટેમ્બરના પ્રોગ્રામ વિશે ફેન્સને જણાવ્યું હતું. ગેંગસ્ટરના ગીત યા અલી રહેમઅલીથી જાણીતા થયેલા જુબીને ક્રિશ-3માં દિલ તુ હી બતા ગાયું હતું. તેમણે અલગ અલગ ભાષામાં ગીત ગાયા હતા અને ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી હતી. થોડા સમય પહેલા પણ તેઓ એક અકસ્માતનો ભોગ બન્યા હતા, પરંતુ સિંગાપોરની આ ટ્રીપ તેમની અંતિમ ટ્રીપ બની ગઈ.
આપણ વાંચો: TMKOC Alert: સલમાન ખાનનો ફેવરેટ છે ‘તારક મહેતા’નો આ કલાકાર, કહ્યું મને તો…