નેશનલમનોરંજન

Indian Music: જયેષ્ઠ શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું નિધન

પુણેઃ સંગીત વિશ્વનો એક ખૂબજ ચમકતો તારો ખરી પડ્યો છે. જાણીતા શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેએ 92 વર્ષની ઉંમરે પુણે ખાતે આખરી શ્વાસ લીધાં હતા. તે કિરાણા પરિવારનાં ભારતીય શાસ્ત્રીય ગાયિકા હતાં. તેમને ભારત સરકારના ત્રણેય પદ્મ પુરસ્કારો મળ્યા છે. તેમનું આજે પુણેમાં 92 વર્ષની વયે નિધન થયું છે. શનિવારે સવારે તેમનું નિધન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફ થતાં અત્રેને વહેલી સવારે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેમણે દમ તોડી દીધો હતો.

પ્રભા અત્રેનો જન્મ પુણેમાં થયો હતો. તેમના પિતા આબાસાહેબ અને માતા ઈન્દિરાબાઈ અત્રે છે. પ્રભાને બાળપણથી જ સંગીતનો શોખ હતો. 8 વર્ષની ઉંમરે, તેમણે એક મિત્રના સૂચનથી સંગીતના કેટલાક પાઠ લીધા. અને ત્યાંથી પ્રભાની સંગીત સફર શરૂ થઈ. પ્રભાએ ગુરુશિષ્ય પરંપરામાં સંગીતનો અભ્યાસ કર્યો. તેમણે કિરાણા પરિવારના સુરેશબાબુ માને અને હીરાબાઈ બડોડેકર પાસેથી શાસ્ત્રીય સંગીતના પાઠ લીધા.

ગાયનની સાથે તેણે કથક નૃત્યની પણ તાલીમ લીધી હતી. સંગીતનો અભ્યાસ કરતી વખતે અત્રેએ પુણેની ફર્ગ્યુસન કોલેજમાંથી વિજ્ઞાનની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી. બાદમાં તેણે પુણે યુનિવર્સિટીની લો કોલેજમાંથી એલએલબી પૂર્ણ કર્યું. પ્રભાએ ગાંધર્વ કોલેજ બોર્ડ, ટ્રિનિટી લાબન કન્ઝર્વેટોર ઑફ મ્યુઝિક એન્ડ ડાન્સ, લંડન (વેસ્ટર્ન મ્યુઝિક થિયરી ગ્રેડ-IV)માં પણ અભ્યાસ કર્યો છે. બાદમાં તેણે સંગીતમાં પીએચડી પણ કર્યું હતું. પ્રભાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. પ્રભાના અવસાનથી સંગીતવિશ્વને એક મોટી ખોટ પડી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત