મનોરંજન

12 વર્ષના અંતે જાણીતા સિંગરે પત્ની સાથે લીધા છૂટાછેડા, જાણો કારણ?

નવી દિલ્હીઃ જાણીતા સિંગર હની સિંહ ઘણા સમયથી ચર્ચામાં છે, જેમાં તાજેતરમાં વ્યક્તિગત લાઈફને લઈને ચર્ચામાં આવ્યા છે. હની સિંહ અને પત્ની શાલિની તલવારથી કાયદેસર રીતે અલગ થઈ ગયા છે. પાટનગર દિલ્હીની કોર્ટે હની સિંહ અને શાલિનીના છૂટાછેડાને મંજૂરી આપતા બાર વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે.

છેલ્લા અઢી વર્ષથી બંને વચ્ચે ચાલી રહેલા કેસમાં આજે કોર્ટે બંનેના છૂટાછેડા મંજૂર કર્યા હતા. હની સિંહ પર તેની પત્ની શાલિની તલવારે ડોમેસ્ટિક વાયોલન્સની સાથે હની સિંહની ફેમિલી દ્વારા માનસિક રીતે હેરાન કરવાનો પણ આરોપ મૂક્યો હતો.

આ ઉપરાંત, હની સિંહે તેની સાથે દગો કર્યો છે, જ્યારે બીજી મહિલાઓ સાથે શારીરિક સંબંધ હતા. હની સિંહે તેના પર માનસિક અને શારીરિક રીતે શોષણ કર્યું હોવાનો પણ આરોપો મૂક્યા હતા. જોકે, હની સિંહ પાસેથી એલિમની તરીકે શાલિનીએ 10 કરોડ માગ્યા હતા, પરંતુ કોર્ટમાં બંને વચ્ચે એક કરોડની એલિમનીનું સમાધાન થયું છે. ત્યારબાદ કોર્ટે આજે સત્તાવાર રીતે છૂટાછેડા માટે મંજૂરી આપી હતી.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે બંનેની મુલાકાત સ્કૂલમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. હની સિંહ અને શાલિની લગભગ 20 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યારબાદ 2011માં દિલ્હીના એક ગુરુદ્વારામાં શીખ રીત રિવાજથી લગ્ન કર્યા હતા. વર્ષ 2011માં લગ્નના થોડા વર્ષ બાદ બંને વચ્ચે અણબનાવના વધ્યા હતા. શાલિનીએ 2021માં દિલ્હીની તીસ હજારી કોર્ટમાં છૂટાછેડા અરજી દાખલ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button