Simi Garewalના એ bold sceneને લીધે ફિલ્મ કોર્ટમાં પહોંચી ગઈ હતી
સિમી ગરેવાલ 70ના દાયકાની સુંદર અભિનેત્રી હતી. આ સાથે તે સમયે બોલ્ડ સીન કરનાર ઘણી ઓછી અભિનેત્રીઓમાંની એક હતી. જેના કારણે સિમીએ એક ફિલ્મમાં ટોપલેસ સીન આપ્યો હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો, તે ફિલ્મ પર ભારતમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ નામની આ ફિલ્મમાં તેનો કૉ-સ્ટાર શશિ કપૂર હતો. શશિ કપૂરે તેને આ સિન સમયે કઈ રીતે સાથ આપ્યો તેની વાત પણ સિમીએ કરી છે.
સિમી ગરેવાલ લંડનમાં ઉછરી હતી અને ભારતમાં તેની અભિનય કારકિર્દીના આ શરૂઆતના દિવસો હતા. જ્યારે તે અલગ-અલગ રોલમાં પોતાનો હાથ અજમાવી રહી હતી. આ સમય દરમિયાન, વર્ષ 1972 માં, તેમને ફિલ્મ સિદ્ધાર્થમળી. આ એક બોલ્ડ ફિલ્મ હતી અને તેમાં સિમીને ટૉપલેસ બતાવવામાં આવી હતી. જોકે તે સમયે આ સ્વીકાર્ય ન હોવાથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
તે સીનમાં સિમી ગરેવાલ કપડા વગર ઉભી હતી અને શશિ કપૂર તેની સામે હાથ જોડીને બેઠો હતો. આ સીન સિવાય ફિલ્મમાં શશિ કપૂર સાથે તેનું લિપલૉક કિસિંગ સિન પણ હતો. ભારતમાં આવો સીન બિલકુલ પસંદ ન આવ્યો અને આ સીનને કારણે અહીં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.
આ પણ વાંચો : Bollywood: આ સિન કરતા પહેલા બહાદુર શબાના આઝમી પણ રડી પડ્યા હતા
અસીમ છાબરાના પુસ્તક ‘શશિ કપૂરઃ ધ હાઉસહોલ્ડર સ્ટાર’માં ટોપલેસ સીન શૂટ કરવાની કહાનીનો ઉલ્લેખ છે. આ સીન કરતી વખતે સિમી અસહજ થઈ ગઈ હતી, પરંતુ શશીએ તેને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું હતું. સીન શૂટ કરતા પહેલા તે ઘણી નર્વસ હતી, પરંતુ શશીએ તેના શબ્દોથી તેનો આત્મવિશ્વાસ વધાર્યો.
સિમી ગરેવાલે કહ્યું છે મેં કમરની નીચે બોડી સ્ટોકિંગ્સ પહેર્યા હતા પરંતુ ઉપરથી મારે ટોપલેસ રહેવાનું હતું. મારી આંખો નીચે હતી. શશિ સમજી ગયો કે હું કેવું અનુભવી રહી છું અને મને કહ્યું, ‘શરમાઈશ નહીં સિમી, તું સુંદર છે. તેના શબ્દોએ મને હિંમત આપી અને પછી મેં આત્મવિશ્વાસથી સીન શૂટ કર્યો.
આ ફિલ્મ સાથે સિમી ગરેવાલનું નામ બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયું. તે સમયે આવા દ્રશ્યો ભારતના દર્શકો સ્વીકારતા ન હતા. સિમીએ આ પહેલા પણ રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકરમાં બોલ્ડ સીન આપ્યા હતા. તેણે તેમાં બિકીની સીન શૂટ કર્યા હતા, ઘણા લોકોએ તે સીન પર પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.