મનોરંજન

એડવાન્સ બુકિંગમાં સિકંદરની બંપર કમાણી! બ્લોકબસ્ટર સાબિત થવા માત્ર 10 દિવસ જ મળશે, જાણો કેમ?

મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મ સિકંદર (sikandar) કાલે એટલે કે 30 માર્ચે સિનેમાઘરોમાં દસ્તક દેવાની છે. આ ફિલ્મને લઈને સલમાનના ચાહકો પણ આતુર જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ સલમાન ખાન (Salman Khan) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) પણ ખૂબ જ ઉત્સુક જોવા મળ્યા છે. ફિલ્મનું ટ્રેલર પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ સિકંદર ફિલ્મના ગીત સિકંદર નાચે (Sikandar Naache)ને પણ લોકોએ ખૂબ પસંદ કર્યું છે. આ ગીતને માત્ર 10 દિવસમાં 42 M અને Zohra Jabeen ગીતને 55 M લોકોએ જોયું અને સાંભળ્યું છે.

સિકંદર ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થાય તેવી મેકર્સને આશા

આ બધાને તો લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે, ભલે સલમાન ખાનની ફિલ્મમાં સ્ટોરી નામે કઈ ના હોય તો પણ તેના ચાહકો ફિલ્મ જોવા જાય છે અને ફિલ્મ સારી એવી કમાણી કરે છે. અત્યારે એવું અનુમાન છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થશે. કારણે કે, સિકંદરે એડવાન્સ બુકિંગમાં રેકોર્ડ બનાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એડવાન્સ બુકિંગમાં સિકંદરે 11 કરોડથી પણ વધારે રૂપિયાની કમાણી કરી છે. આ પહેલા સલમાન ખાનની ફિલ્મે એડવાન્સમાં આટલી કમાણી નથી કરી! પરંતુ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે કે કેમ? જો કે, રશ્મિકા છે એટલે સાઉથમાં સારી એવી કમાણી થવાની આશા છે.

આ પણ વાંચો: Salman Khanએ રમઝાનમાં પહેરી ખાસ વસ્તુ, રામજન્મભૂમિ સાથે છે ખાસ સંબંધ…

સિકંદરને કમાણી કરવા માટે માત્ર 10 જ દિવસ મળશે!

મીડિયા અહેવાલ પ્રમાણે સલમાન ખાનની આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાંથી 10.75 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ સાથે ‘કિસી કા ભાઈ કિસી કા જાન’નો રેકોર્ડ પણ તૂટી ગયો છે. જેથી એવો અંદાજ લગાવી શકાય કે, સલમાન ખાન અને રશ્મિકાની આ ફિલ્મ કેટલી કમાણી કરશે? મેકર્સને એવી આશા છે કે, આ ફિલ્મ ટૂંક સમયમાં જ 100 કરોડની કમાણી કરી લેશે. પરંતુ સિકંદર પાસે કમાણી કરવા માટે માત્ર 10 જ દિવસ હશે. કારણ કે, 10મી એપ્રિલે સની દેઓલની ફિલ્મ જાટ આવી રહી છે, આ ફિલ્મ પણ ધૂમ કમાણી કરશે તેવી આશા છે.

સિકંદરે એડવાન્સ બુકિંગમાં 11 કરોડ રૂપિયા કમાણી કરી

એડવાન્સ બુકિંગના આંકડાની વાત કરવામાં આવે તો, ‘સિકંદર’ એ સલમાનની જ ફિલ્મ ‘કિસકી કા ભાઈ કિસકી કા જાન’ ને પાછળ છોડી દીધી છે. સિકંદરના પહેલા દિવસ માટે 01,72,981 ટિકિટ વેચાઈ છે, જ્યારે એપ્રિલ 2023માં રિલિઝ થયેલી ‘કિસકી ભાઈ કિસીકી જાન’એ પહેલા દિવસ માટે 01,29,000 ટિકિટ વેચાઈ હતી. કિસી કા ભાઈ કિસી કા જાને એડવાન્સ બુકિંગમાં 03.39 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે સિકંદરે એડવાન્સ બુકિંગમાં 11 કરોડ રૂપિયા કમાણી કરી લીધી છે. હવે ફિલ્મ કેવી ચાલે છે તેની રાહ જોવાઈ રહી છે. શું બ્લોકબસ્ટર થશે કે કેમ? તે કાલે ફિલ્મ રિલિઝ થશે ત્યાર બાદ જ જાણવા મળશે!

આ પણ વાંચો:આ શહેરમાં સિકંદર ફિલ્મની ટિકિટનો ભાવ 2200 રૂપિયા પહોંચ્યો, એડવાન્સ બુકિંગમાં આટલી કમાણી કરી…

સલમાનની ફિલ્મ ‘કિસકી કા ભાઈ કિસકી કા જાન ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ ભલે ઈદ અને રજાઓને લીધે સારું ઓપનિંગ કરે, પરંતુ થિયેયરોમાં ટકી રહેવા માટે ફિલ્મ સારી હોવી પણ જરૂરી છે, બાકી માઉથ પબ્લિસિટીનો ફાયદો મળતો નથી. આવતીકાલથી ફિલ્મ રિલિઝ થઈ રહી છે આવતા રવિવારે એટલે કે એક અઠવાડિયા પછી જ ખબર પડશે કે ફિલ્મ કમાણીમાં સિકંદર સાબિત થઈ શકે તેમ છે કે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button