મનોરંજન

સિકંદરને ઈદી મળીઃ ઇન્ટરનેશનલ કલેક્શનમાં છાવાને પાછળ છોડી, હવે ટકી રહેવું મુશ્કેલ…

સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ સિકંદરને ગઈકાલની ઈદ ફળી છે. ફિલ્મે ઑપનિંગ ડે કરતા બીજા દિવસે સારી કમાણી કરી હોવાના અહેવાલો છે. ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન રૂ. 26 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજા દિવસે ફિલ્મે રૂ. 30 કરોડના કલેક્શન કર્યાના અહેવાલો છે.

જ્યારે ફિલ્મનું ડોમેસ્ટિક કલેક્શન ભલે અપેક્ષા કરતા ઓછું હોય, પણ ગ્લોબલી ફિલ્મે સારું કલેક્શન ભેગું કર્યું છે. વિકી કૌશલની સુપરહીટ ફિલ્મ છાવા કરતા પણ ફિલ્મ આગળ નીકળી છે. પહેલા જ દિવસે ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન રૂ. 54 કરોડ જેટલું થયું છે જ્યારે છાવાનું રૂ. 50 કરોડ હતું.

આ પણ વાંચો:Malaika Aroraના જીવનમાં થઈ નવા બોયફ્રેન્ડની એન્ટ્રી? Arjun Kapoor જોશે તો…

સલમાનની ફિલ્મ રવિવારે એટલે કે 30મી માર્ચે રિલિઝ થઈ હતી. 31મીએ ઈદ અને આજે પણ ઈદનો માહોલ હોવાથી હજુ આજે પણ ફિલ્મને સારું કલેક્શન મળવાની સંભાવના છે.

જોકે હવે રજાઓ ન હોવાથી અને ફિલ્મનો રિવ્યુ નેગેટીવ આવ્યો હોવાથી માત્ર સલમાન જ ફિલ્મનો તારણહાર છે. સલમાનના ફેન્સ પણ ફિલ્મને વખોડી રહ્યા છે. સલમાનને જોનારાઓએ કંઈક નવાની અપેક્ષા રાખી હતી, પણ ભાઈજાનને વાસી ભોજન જ પિરસ્યું હોવાથી માઉસ પબ્લિસિટીનો લાભ ફિલ્મને મળશે નહીં.

આ પણ વાંચો:Box office collection: સિકંદરે પહેલા દિવસ કરી આટલી કમાણી, મોહનલાલની ફિલ્મ કરતા પાછળ

ફિલ્મનું બજેટ રૂ. 200 કરોડ હોવાનું માનવામાં આવે છે. લગભગ 100 કરોડનો આંકડો તો આજ રાત સુધીમાં ડોમેસ્ટિક કલેક્શનમાં પાર થઈ જશે અને ગ્લોબલ કલેક્શનને જોતા નિર્માતાઓએ રડવાનો વારો નહીં આવે, પણ સલમાન ખાનની અભિનેતા તરીકેની આ ફિલ્મ ફ્લોપ ફિલ્મ જ ગણાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button