મનોરંજન

આ શહેરમાં સિકંદર ફિલ્મની ટિકિટનો ભાવ 2200 રૂપિયા પહોંચ્યો, એડવાન્સ બુકિંગમાં આટલી કમાણી કરી…

મુંબઈ: બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’ ઈદના દિવસે 30 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સલમાન ખાનના ચાહકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. સિકંદરનું એડવાન્સ બુકિંગ શરુ થઇ ગયું છે, ટિકિટની માંગની સાથે ટિકિટના ભાવ પણ વધી (Sikandar Film Ticket price) રહ્યા છે. ઘણા શહેરોમાં ‘સિકંદર’ ની ટિકિટ 2000 રૂપિયાથી વધુમાં વેચાઈ રહી છે.

અહેવાલ મુજબ મુંબઈના મુંબઈના કેટલાક મલ્ટિપ્લેક્સમાં ટિકિટના ભાવ 2,200 રૂપિયા સુધી પહોંચી ગયા છે. દિલ્હીમાં સિકંદર ફિલ્મની ટિકિટોની કિંમત 1,900 રૂપિયા સુધી પહોંચી છે. દિલ્હી-એનસીઆરમાં ઘણા શો પહેલાથી જ હાઉસફુલ છે, જ્યારે અન્ય શો ઝડપથી ભરાઈ રહ્યા છે. મોટા શહેરોના ઘણા થિયેટરોમાં સીટોના ભાવ ₹850-900 પહોંચ્યા છે.

આ પણ વાંચો: સારા અલી ખાને આલિયા ભટ્ટ અંગે કરી ચોંકાવનારી વાત કે મને એનાથી ઈર્ષા થઈ હતી, કારણ

સિકંદર ફિલ્મનું નિર્દેશન એ. આર. મુરુગદોસએ કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે રશ્મિકા મંદાના, સત્યરાજ, કાજલ અગ્રવાલ અને શરમન જોશી જોવા મળશે.

ફિલ્મનું એડવાન્સ બુકિંગ ગુરુવારે ખુલ્યું હતું. અહેવાલ અનુસાર, ‘સિકંદર’ની 1,38,000 થી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા કુલ 4.03 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ રિલીઝ થવામાં બે દિવસ બાકી છે, તેથી આ આંકડો ઘણો વધે તેવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button