ઊલટી ગંગાઃ હોલીવુડની અભિનેત્રી હવે બોલીવુડની ફિલ્મમાં કરશે કામ, કોણ છે?

ભારતીય અભિનેત્રીઓ હિન્દી ફિલ્મોમાં નામ કમાવ્યા પછી હોલીવુડમાં પણ કામ કરવા માટે તલપાપડ હોય છે, પરંતુ તાજેતરમાં એવું જાણવા મળ્યું છે કે હોલીવુડની 27 વર્ષની અભિનેત્રી હવે બોલીવુડમાં એન્ટ્રી કરશે. હોલીવુડની જાણીતી એક્ટ્રેસ સિડની સ્વીની હવે બોલીવુડના પડદે કામ કરવાની તૈયારી કરી રહી છે. સૌથી મોટી વાત એ છે કે આ અભિનેત્રી હવે ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મોમાંની એકમાં કામ કરવાની કરશે, જ્યારે તેની કિંમત 530 કરોડ રૂપિયાનો અંદાજ છે.
મીડિયાના અહેવાલ મુજબ એક ભારતીય પ્રોડક્શન કંપનીએ સિડની સ્વીનીને બોલીવુડની સૌથી મોંઘી ફિલ્મોમાંની એકમાં ભૂમિકા માટે 45 મિલિયન પાઉન્ડ (530 કરોડ રૂપિયાથી વધુ)ની ઓફર કરી છે. આ ઓફરમાં 35 મિલિયન પાઉન્ડ (415 કરોડથી વધુ)ની ફી અને 10 મિલિયન પાઉન્ડ (115 કરોડથી વધુ)ના અન્ય કરારનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં સિડની એક યુવા અમેરિકન સ્ટારનું પાત્ર ભજવશે, જેને ભારતીય સેલિબ્રિટી સાથે પ્રેમ થાય છે. ફિલ્મનું શૂટિંગ 2026ની શરૂઆતમાં ન્યૂયોર્ક, પેરિસ, લંડન અને દુબઈ જેવા શહેરોમાં થવાની શક્યતા છે.
આ ઓફરથી પહેલા તો અભિનેત્રી સિડની પણ ચોંકી ગઈ હતી. જોકે આ ફિલ્મની ઓફર ખરેખરે તેના માટે ખૂબ મોટી છે. આ ફિલ્મ એક રસપ્રદ પ્રોજેક્ટ છે, જે તેની વૈશ્વિક ઓળખને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. હિન્દી ફિલ્મમાં બોલીવુડ સ્ટારની એન્ટ્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગ્રોથ દર્શાવે છે. જો કે, ફિલ્મ મેકર્સનો આ ફિલ્મને વિશ્વભરના દર્શકો સુધી લઈ જવાનો ધ્યેય છે. જોકે, હજુ આ ફિલ્મ સિડનીએ સાઈન કરી નથી, અને સિડની આ ઓફર પર વિચાર કરી રહી છે. વોલીવૂડ સ્ટારની ટીમ હાલ સુધી આ બાબતે સત્તાવાર નિવેદન આપ્યું નથી.
સિડની સ્વીનીની ફિલ્મી સફર
સિડનીએ ‘યુફોરિયા’ અને ‘ધ વ્હાઇટ લોટસ’ જેવા ટીવી શોમાંથી ખ્યાતિ મેળવી છે. તે હવે આગામી ફિલ્મ ‘ક્રિસ્ટી’માં અમેરિકન પ્રોફેશનલ ફાઇટર ક્રિસ્ટી માર્ટિનનું પાત્ર ભજવશે, જે સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડના કવર પર આવનારી પ્રથમ મહિલા બોક્સર હતી. આ ફિલ્મ બેન ફોસ્ટર અને મેરિટ વીવર પણ છે, 7 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સિડનીની આગામી પ્રોજેક્ટ્સ અને આ બોલીવુડ ઓફરે તેના ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે.