બધાઈ હોઃ Sidhu Moosewalaની માતાએ 58 વર્ષની ઉંમરે આપ્યો પુત્રને જન્મ
ચંદીગઢઃ જાણીતા ગાયક સિદ્ધુ મુસેવાલાની માતાએ 58 વર્ષની ઉંમરે ફરી મા બનવાનું સુખ પ્રાત્ત કર્યું છે. તેમણે એક પુત્રને જન્મ આપ્યો છે. આ ખબર તેમના પતિ બલકૌર સિંહે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તેમણે સિદ્ધુના નાના ભાઈનો ફોટો પણ શેર કર્યો હતો.
અગાઉ ફેબ્રુઆરીમાં અહેવાલ આવ્યો હતો કે સ્વર્ગસ્થ પંજાબી ગાયક અને રેપર શુભદીપ સિંહ સિદ્ધુના માતાપિતા માર્ચ મહિનામાં બાળકને જન્મ આપશે. હવે, સિદ્ધુ મૂઝવાલાના પિતા બલકૌર સિંહની પહેલી તસવીર જાહેર થઈ છે, જેમાં તે પોતાના નવજાત બાળકને ખોળામાં લઈને જોવા મળી રહ્યા છે. ખરેખર, બલકૌર સિંહના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. થોડા સમય પહેલા બલકૌર મૂઝવાલાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી.
સિદ્ધુ મૂઝવાલાના પિતા બલકૌર સિંહે શનિવારે સવારે માહિતી શેર કરી કે તેઓ એક બાળકના પિતા બન્યા છે અને તેમની પત્ની ચરણે એક પુત્રને જન્મ આપ્યો છે. બલકૌરે તેના ખોળામાં બાળકનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને પંજાબીમાં લખ્યું, ‘શુભદીપને પ્રેમ કરતા લાખો લોકોના આશીર્વાદથી ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં બેસાડ્યો છે. ઈશ્વરના આશીર્વાદથી પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભેચ્છકોના અપાર પ્રેમ બદલ હું ઋણી છું.
મળતી માહિતી અનુસાર તેમણે આઈવીએફની મદદથી આ પુત્ર મેળવ્યો છે. તમણે જગ્યા અને આ વાતને ઘણા સમય સુધી છુપાવી હતી. ત્યારબાદ મીડિયામાં વાત બહાર આવી હતી.