સિદ્ધાર્થ અને કિયારાએ દીકરીનું નામકરણ કર્યું: જાણો દીકરીના નામનો અર્થ

મુંબઈ: બોલીવુડના સૌથી લોકપ્રિય કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી (Kiara Advani) એ ફેબ્રુઆરી 2023માં લગ્ન કર્યા હતા. 15 જુલાઈ, 2025ના રોજ તેમના ઘરે પ્રથમ દીકરીનો જન્મ થયો હતો. દીકરીના જન્મના લગભગ ત્રણ મહિના બાદ હવે આ દંપતીએ તેમની પુત્રીની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેનું સુંદર નામ પણ જાહેર કર્યું છે.
અમારી રાજકુમારી સરાયાહ મલ્હોત્રા !
કિયારા અડવાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્રી સાથેનો એક ફોટો શેર કરીને એક ભાવુક પોસ્ટ લખી: “અમારી પ્રાર્થનાથી અમારી બાહો સુધી, અમારો દિવ્ય આશીર્વાદ, અમારી રાજકુમારી, સરાયાહ મલ્હોત્રા.”
‘સરાયાહ’ શબ્દ હિબ્રુ ભાષા પરથી તરી આવેલો શબ્દ છે. ડેનો અર્થ ‘ભગવાન દ્વારા માર્ગદર્શન મેળવવું અથવા ભગવાનનું રહસ્ય એટલે કે એવી છોકરી જે સુરક્ષિત, સંરક્ષિત અને આશીર્વાદથી ઘેરાયેલી છે. નામનો ભાવનાત્મક અર્થ રાજકુમારી જેવો જ થાય છે. જોકે, સિદ્ધાર્થ અને કિયારાએ પોતાની દીકરીનો ચહેરો જાહેર કર્યો નથી.
આ પણ વાંચો : સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીએ કર્યું દીકરીનું નામકરણ? એક્ટરે કહ્યું દાદીના…
વર્ક ફ્રન્ટ પર કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા
15 જુલાઈના રોજ, સિદ્ધાર્થ અને કિયારાએ સંયુક્ત પોસ્ટ દ્વારા પુત્રીના જન્મની જાહેરાત કરી હતી, જેમાં લખ્યું હતું કે, “અમારા હૃદય ભરાઈ ગયું છે અને અમારી દુનિયા કાયમ માટે બદલાઈ ગઈ છે. અમને એક દીકરીનો આશીર્વાદ મળ્યો છે – કિયારા અને સિદ્ધાર્થ.”
આ પણ વાંચો : સિદ્ધાર્થ અને કિયારાનો આ વીડિયો જોઈ કહો તેના પેડન્ટમાં શું લખ્યું છે
ઉલ્લેખનીય છે કે, 2021માં આવેલી ફિલ્મ ‘શેરશાહ’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની જોડી જોવા મળી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. કિયારા છેલ્લે જાસૂસી એક્શન થ્રિલર ફિલ્મ ‘વૉર 2’માં ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર સાથે જોવા મળી હતી. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા તાજેતરમાં આવેલી ફિલ્મ ‘પરમ સુંદરી’માં જાન્હવી કપૂર સાથે જોવા મળ્યો હતો.



