44 વર્ષની આ ટીવી એક્ટ્રેસે કર્યો એવો ગજબનો ડાન્સ, વીડિયો થયો વાઈરલ…

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને ચાલીસી પાર કર્યા બાદ પણ એક્ટ્રેસનું કર્વી ફિગર અને સુંદરતા જોઈને ફેન્સની હાર્ટબીટ વધી જાય છે. વર્ષો બાદ આજે પણ શ્વેતાને લોકો ટીવી સિરીયલ કસૌટી ઝિંદગી કીમાં પ્રેરણાના રોલ માટે યાદ કરે છે. શ્વેતા તિવારી પોતાના રોલ્સ સિવાય ફિટનેસ, ગ્લેમર અને ડાન્સ માટે જાણીતી છે. હાલમાં સોશિયલ મીડિયા પર શ્વેતાનો એક ડાન્સનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કે કિલર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આવો જોઈએ શું છે આ ખાસ વીડિયોમાં-

શ્વેતા તિવારીએ સોશિયલ મીડિયા પર આ ડાન્સનો વીડિયો શેર કર્યો છે. શ્વેતાએ આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે બ્લેક આઉટફિટમાં મહિલા… આ વીડિયોમાં શ્વેતા પોતાની એક ફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. બ્લેક કલરના ટોપ અને પેન્ટમાં શ્વેતા એકદમ કમાલની લાગી રહી છે. શ્વેતાએ વાળ ખુલ્લા રાખ્યા છે અને આ સમયે તેણે નો મેકઅપ લૂક પસંદ કર્યો હતો. શ્વેતા આ વીડિયોમાં ઈંગ્લિશ સોન્ગ પર ડાન્સ કરી રહી છે.
આ પણ વાંચો: દીકરી પરણે એ પહેલા 43 વર્ષની શ્વેતા તિવારી ફરી પરણશે?
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં શ્વેતા ગીત પર ડાન્સ કરવાનું ખૂબ જ એન્જોય કરતી જોવા મળી રહે છે. શ્વેતાના આ વીડિયો પર ફેન્સ પણ લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે શ્વેતા તારી સુંદરતાની કોઈ મર્યાદા નથી. શાનદાર, જબરજસ્ત ફાયર જેવી કમેન્ટ્સ વીડિયો પર જોવા મળી રહી છે.
વાત કરીએ શ્વેતાની તો તેણે અનેક શાનદાર શોઝમાં કામ કર્યું છે. જેમાં કસૌટી ઝિંદગી કી, હમ તુમ એન્ડ દેમ, બિગ બોસ, મૈં હુ અપરાજિતા, મેરે ડેડ કી દુલ્હન, પરવરિશ, બેગુસરાય અને બાલવીર જેવા શોઝ કર્યા છે. શ્વેતા તિવારી બિગ બોસ-4ના વિનર રહી ચૂકી છે.
આ પણ વાંચો: શ્વેતા તિવારીના લેટેસ્ટ બાથરુમ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર લગાવી આગ…
આ સિવાય શ્વેતાએ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. શ્વેતા તિવારી છેલ્લે ઈન્ડિયન પોલીસ ફોર્સમાં પણ જોવા મળી હતી આ સિવાય તે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનમાં પણ જોવા મળી હતી. તમે પણ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…