કોણ છે Shweta Tiwari સાથે દેખાયેલો આ શર્ટલેસ યંગ મિસ્ટ્રી મેન?
શ્વેતા તિવારી ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેને કોઈ ખાસ પરિચય કે વિશેષ ઓળખાણની જરૂર નથી. ટીવી ઈન્ડસ્ટ્રીથી વર્ષોથી દૂર રહ્યા બાદ આજે પણ એક્ટ્રેસ લાઈમલાઈટમાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહેતી શ્વેતા તિવારી ફરી એક વખત લાઈમલાઈટમાં આવી ગઈ છે અને એનું કારણ છે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલો ફોટો. આ ફોટોને કારણે શ્વેતા ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે.
મળી રહેલી માહિતી પ્રમાણે શ્વેતાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ગોવાનો એક ફોટો પોસ્ટ કર્યો છે. હવે તમને થશે કે એમાં શું નવું છે? અવારનવાર સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી ગોવામાં ચિલ કરતાં જોવા મળે છે. શ્વેતા પણ આ જ ચિલ કરી રહે હશે તો બોસ એવું નથી. શ્વેતાએ એક યંગ મિસ્ટ્રી મેન સાથે ફોટો શેર કર્યો છે અને ત્યારથી જ આ યંગ મેન કોણ છે એની ચર્ચા ચાલુ થઈ ગઈ છે.
આ ચર્ચા એટલા માટે વધારે જોર પકડી રહી છે કારણ કે આ યંગમેને શ્વેતા સાથે શર્ટલેસ થઈને પોઝ આપ્યો છે. શ્વેતાએ શેર કરેલી આ મિરર સેલ્ફીમાં બંને જણ ખૂબ જ ક્લોઝ દેખાઈ રહ્યા છે. શ્વેતાનો આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ ગયો છે. એક્ટ્રેસના આ ફોટોને જોઈને ફેન્સ જાત જાતના તર્ક વિતર્ક લગાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્વેતા હંમેશા તેની સુંદરતા અને ફિટનેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે અને સોશિયલ મીડિયા પર તેની તગડી ફેન ફોલોઈંગ છે.
જોકે, શ્વેતાએ પોસ્ટ કરેલાં ફોટોની કેપ્શનમાં તેણે લખ્યું છે કે ચેઝિંગ સનસેટ અને બીચ… આ સિવાય તેણે હેશટેગમાં ગોવા 2.0 અને મધર એન્ડ સન જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે, એટલે ફોટોમાં જોવા મળી રહેલો યંગ મિસ્ટ્રી મેન શ્વેતાનો ઓન સ્ક્રીન દીકરો વરુણ કસ્તુરિયા છે. બંને જણે ટીવી સિરીયલ અપરાજિતામાં સાથે કામ કર્યું હતું. વરુણે શ્વેતા સાથે શર્ટલેસ થઈને પોઝ આપ્યો હતો અને આ જોઈને નેટિઝન્સ એકદમ ભડકી ઉઠ્યા છે અને એક્ટ્રેસને ટ્રોલ કરી રહ્યા છે.