44 વર્ષીય એક્ટ્રેસે સાઈડકટ આઉટફિટમાં આપ્યા એવા સિઝલિંગ પોઝ કે…
ટચૂકડાં પડદા પર પોતાના અભિનયથી દર્શકોના દિલ જિતનારી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) બોલીવૂડની સાથે સાથે જ ભોજપૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પોપ્યુલર એક્ટ્રેસ છે. શ્વેતા તિવારીએ પોતાની એક્ટિંગ જ નહીં પણ પરફેક્ટ ફિગરને કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર શ્વેતાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. શ્વેતાના આ ફોટો પરથી ફેન્સ નજર નહોતા હટાવી શક્યા, ચાલો એક નજર કરીએ શ્વેતા તિવારીના સુંદર અને સિઝલિંગ ફોટો પર…
શ્વેતા તિવારીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલાં ફોટોમાં તેણે બ્રાઉન કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. ડ્રેસનો સાઈડકટ ડિઝાઈન એક્ટ્રેસના લૂકને વધારે સુંદર અને કાતિલ બનાવી રહ્યો છે. શ્વેતાએ આ ફોટો માટે કેમેરા માટે અલગ અલગ પોઝ આપ્યા છે. આ ફોટોમાં શ્વેતાનો લૂક અને અદાઓ જોઈને ફેન્સ એકદમ ઘાયલ થઈ ગયા હતા.
શ્વેતાએ પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે બોલ્ડ મેકઅપ, સ્મોકી આઈઝ અને વાળમાં બન બનાવ્યો હોતો. એક્ટ્રેસે એસેસરીઝમાં ગોલ્ડન ઈયરરિંગ્સ પહેર્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટો જોઈને ફેન્સ એકદમ બેકાબુ થઈ ગયા હતા અને ફોટો પરથી નજર હટાવી શક્યા નહોતા.
એક્ટ્રેસે પોતાના ફોટો શેર કરવાની સાથે જ કેપ્શનમાં બે કરોળિયાના ઈમોજી શેર કર્યા છે. ફેન્સ પણ શ્વેતાના ફોટો પર લાઈક્સ અને કમેન્ટ્સના રૂપમાં પ્રેમ વરસાવી રહ્યા છે. શ્વેતાના આ ફોટો પર કમેન્ટ કરતાં ફેન્સે તેને ગોર્જિયસ, સિઝલિંગ અને બ્યુટીફૂલ લેડી કહી રહ્યા છે.
આ પણ વાંચો : દીકરી પરણે એ પહેલા 43 વર્ષની શ્વેતા તિવારી ફરી પરણશે?
અત્રે ઉલ્લેખની છે કે શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના પાંચ મિલિયન કરતાં પણ વધારે ફોલોવર્સ છે. શ્વેતા તિવારી પોતાના એકાઉન્ટ પરથી દીકરી પલક તિવારી સાથેના ફોટો અને વીડિયો શેર કરતી રહી છે. ફેન્સ પણ મા-દીકરી બંનેને મા-દીકરી કરતાં પણ બહેનો જેવી દેખાય છે એવા કોમ્પ્લિમેન્ટ્સ આપે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્વેતા તિવારી હાલમાં ઝાકિર ખાનના શો આપ કા અપના ઝાકિરમાં જોવા મળી રહી છે. તેણે ટીવી સિરીયલ કસૌટી ઝિંદગી કીથી ડેબ્યુ કર્યું હતું.