શ્વેતા તિવારીની પેરેન્ટિંગ સ્ટાઈલ જાણો: પુત્રી પલક માટેના નિયમોનો પોડકાસ્ટમાં ખુલાસો | મુંબઈ સમાચાર

શ્વેતા તિવારીની પેરેન્ટિંગ સ્ટાઈલ જાણો: પુત્રી પલક માટેના નિયમોનો પોડકાસ્ટમાં ખુલાસો

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી તેના કામ કરતાં તેની ફિટનેસ અને પુત્રી પલક તિવારી માટે વધુ ચર્ચામાં છે. પલકે બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે અને ચાહકો તેના અભિનયને ખૂબ પસંદ કરે છે. પલકનો તેની માતા શ્વેતા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ છે, પરંતુ હજુ પણ શ્વેતાએ ઘરે તેની પુત્રી માટે કેટલાક કડક નિયમો બનાવ્યા છે. ભારતી સિંહના પોડકાસ્ટમાં તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો.

વાસ્તવમાં કોમેડિયન ભારતી સિંહ તેના પતિ હર્ષ લિંબાચિયા સાથે એક પોડકાસ્ટ ચેનલ ચલાવે છે, જેમાં તે વિવિધ સ્ટાર્સને આમંત્રણ આપે છે. આ વખતે તેની મહેમાન સુંદર અભિનેત્રી શ્વેતા તિવારી હતી. આ પોડકાસ્ટમાં શ્વેતાએ તેના વ્યાવસાયિક અને અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી. શ્વેતાએ પોડકાસ્ટમાં તેના પેરેન્ટિંગની પણ વાત કરી હતી.

આ પણ વાંચો: દીકરી પરણે એ પહેલા 43 વર્ષની શ્વેતા તિવારી ફરી પરણશે?

અભિનેત્રીએ કહ્યું કે મેં મારા બાળકોને શિસ્તમાં રાખવા માટે ઘરે કેટલાક નિયમો બનાવ્યા છે. ઉદાહરણ તરીકે જો પલક કોઈ પાર્ટીમાં જતી હોય કે ઘરની બહાર જતી હોય તો તેણે રાત્રે 11 વાગ્યા પહેલાં ઘરે આવવું પડે છે. મને તે મોડી આવે તે બિલકુલ ગમતું નથી.

શ્વેતાએ આગળ કહ્યું કે જ્યારે પણ પલક પાર્ટીમાં જાય છે ત્યારે હું તેની પાસેથી તેના બધા મિત્રોના નંબર લઈ લઉં છું. તે ઘણીવાર મને ફોન કરવાની ના પાડે છે ત્યારે હું તેની પાસેથી તેના મિત્રોની માતાઓના નંબર માંગી લઉં છું. જોકે મેં ક્યારેય કોઈને ફોન નથી કર્યો. પણ તે ઘરની બહાર નીકળે તે પહેલાં હું તેને બધું પૂછું છું. હું તેને પૂછું છું કે તે કોની સાથે જઈ રહી છે.’’

આ પણ વાંચો: 44ની ઉંમરે પણ શ્વેતા દીકરી પલકને આપે છે ફેશન અને ફિટનેસમાં ટક્કર!

આ પોડકાસ્ટમાં અભિનેત્રીએ તેની પુત્રી પલક માટે પોતાનો ડર પણ વ્યક્ત કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું તે એક છોકરી છે અને આજની દુનિયા વિચિત્ર છે. તેથી જ મને તેના માટે ડર લાગે છે. પલક ક્યારેય દારૂ પીતી નથી. પણ બીજા લોકો તો પીવે છે, તેથી ધ્યાન રાખવું પડે છે. પલકે કોલેજમાં પહેલો ફોન લીધો હતો. ત્યારથી જ તેણે મેકઅપ કરવાનું શરૂ કર્યું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button