જાણીતી અભિનેત્રીએ કહ્યું હા, મારી દીકરી અનેક છોકરાઓને ડેટ કરી રહી છે…
છેલ્લાં કેટલાક સમયથી પલક તિવારી (Palak Tiwari) અને ઈબ્રાહિમ સૈફ અલી ખાન (Ibrahim Saif Ali Khan) એકબીજાને ડેટ કરી રહ્યા છે એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. પરંતુ પલક અને ઈબ્રાહિમ તો એકબીજાને સારા મિત્રો જ ગણાવી રહ્યા છે. પરંતુ પલક તિવારીની મમ્મી શ્વેતા તિવારી (Shweta Tiwari)એ જણાવ્યું હતું કે એને આવી અફવાઓથી બિલકુલ ફરક નથખી પડતો. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં શ્વેતાએ પલકની ડેટિંગ રૂમર્સ વર વાત કરી હતી અને તર્ક આપ્યો હતો આ પ્રકારની સોશિયલ મીડિયા બકવાસ મારા માટે નવાઈની વાત નથી.
આ જ ઈન્ટરવ્યુમાં શ્વેતા તિવારીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે આ પ્રકારની અફવાઓથી મને કોઈ ફરક નથી પડતો. છેલ્લાં કેટલાય વર્ષોમાં મેં અનુભવ્યું છે કે લોકોની યાદશક્તિ ચાર કલાકની હોય છે. ત્યાર બાદ લોકો એ સમાચાર ભૂલી જાય છે તો ચિંતા શું કરવાની? અફવાઓ અનુસાર મારી દીકરી પલક દર ત્રીજા છોકરાને ડેટ કરી રહી છે તો હું દર વર્ષે લગ્ન કરું છું.
ઈન્ટરનેટ પર જ કરવામાં આવેલા દાવા અનુસાર હું પહેલાં જ ત્રણ વખત લગ્ન કરી ચૂકી છું. આ બધી વસ્તુઓથી મને કોઈ અસર નથી થતી. પહેલાં કરતી હતી જ્યારે સોશિયલ મીડિયા નહોતું અને કોઈ પણ પત્રકાર તમારા વિશે સારું સારું લખવાનું પસંદ નથી કરતો. એક્ટર્સ માટે હંમેશા નેગેટિવ વાતો અને સમાચાર લખાતા હતા. પણ હવે સમય બદલાયો છે અને મને એનાથી ખાસ કોઈ ફરક નથી પડતો, એવું પણ શ્વેતાએ વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : પલક તિવારીએ પિંક ડ્રેસમાં આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો વાયરલ
પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાનની ડેટિંગની અફવા સૌપ્રથમ વખત 2022માં ઊડી હતી જ્યારે પેપ્ઝે બંનેને સાથે જોયા. ત્યાર બંને જણ મુંબઈમાં એક કોન્સર્ટમાં ફરી સાથે જોવા મળ્યા અને ત્યાર બાદથી નેટિઝન્સને વિશ્વાસ થઈ ગયો કે બંને સાચે જ એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, બાદમાં પલકે આ બાબતે સ્પષ્ટતા આપી હતી કે તેઓ બંને એકબીજાના સારા મિત્રો છીએ અને અમે લોકો ગ્રુપમાં હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પલક તિવારીને છેલ્લી વખત તે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળી હતી. ક્યાર બાદથી તેના હાથમાં અનેક પ્રોજેક્ટ છે અને શ્વેતા તિવારી હાલમાં કોઈ નવો પ્રોજેક્ટ નથી કરી રહી.