મનોરંજન

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની સુંદરતાનું રહસ્ય શું છે, ખબર છે?

મુંબઈ: ટેલિવિઝનની એવરગ્રીન અભિનેત્રી શ્વેતા તિવારી તેના લૂકને લઈને આજકાલ ચર્ચામાં રહે છે. ટીવી જ નહીં, પરંતુ બોલીવૂડની અનેક ફિલ્મોમાં બોલ્ડ અભિનયથી જાણીતી બનેલી શ્વેતા તિવારીના પર્સનલ ટ્રેનરે શ્વેતાની આખા દિવસનો ડાયટ પ્લાન વિશે ખુલાસો કર્યો છે. શ્વેતા તિવારી ભલે 43 વર્ષની હોય તો પણ તે તેના ફિટનેસ બાબતે ખૂબ જ કાળજી લે છે તેમ જ શ્વેતા એવા અનેક લોકો માટે ઇન્સ્પિરેશન બની છે, જ્યારે તેના આરોગ્યનું ધ્યાન રાખવાનો પ્રયત્ન વિશેષ કરે છે.

છેલ્લા અનેક સમયથી ફિલ્મો અને ટીવી સિરિયલમાંથી બ્રેક લીધા બાદ શ્વેતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે થોડા સમય પહેલા મારો વજન વધી ગયો હતો. ત્યારે હું ફિટ અને હેલ્ધી રહેવા માટે વજન ઘટાડવાનો નિશ્ચય કર્યો હતો.શ્વેતાના ડાયટ માટે પર્સનલ ટ્રેનર અને સેલિબ્રિટી કોચ પ્રસાદ નંદકુમારને પણ હાયર કર્યા હતા. પર્સનલ ટ્રેનર નંદકુમારે શ્વેતા તિવારીના ડાયટ અને વર્કઆઉટ રૂટિન શૅર કર્યો છે. તેમણે કહ્યું હતું કે શ્વેતા ફિટનેસને જાળવી રાખવા માટે એક દિવસમાં માત્ર ચાર વખત સોલિડ મિલ લે છે. શ્વેતા તેના બ્રેકફાસ્ટમાં 90 ગ્રામ દહીં સાથે 8-10 બદામનો આહાર કરે છે તેમ જ સાંજે એકાદ સંતરું સાથે (ડિટોક્સ) ટી લે છે. શ્વેતાના બપોર અને રાતના આહાર બાબતે પણ માહિતી આપી હતી. તેણે કહ્યું હતું તે સોલિડ ફૂડમાં 100 ગ્રામ નોનવેજ, 200-300 જેટલી શાકભાજી સાથે એક જુવારની રોટલી ખાય છે, અને જો તેના આહારમાં સલાડ ન હોય તો તે 100 ગ્રામ પાલક કે મેથીનું શાક પણ ખાય છે.

દિવસમાં માંડ એકાદ રોટલી ખાઈને પણ પોતાની જાતને સુંદર દેખાવવા માટે શ્વેતા તિવારી પોતાની બ્યુટીને જાળવી રાખી છે એટલું ચોક્કસ કહીશું.ટીવી સિરિયલમાં ફેમ મેળવી પોતાનું નામ કરનારી શ્વેતા તિવારી આટલા વર્ષો પછી પણ લોકો વચ્ચે તેને તેના ફેશન, ફિટનેસ અને ગ્લેમરને લઈને લોકપ્રિય છે. શ્વેતા ગયા અનેક વર્ષોથી ટીવી અને ફિલ્મોમાં કામ કરી રહી છે. શ્વેતા તિવારી છેલ્લે આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button