
Amitabh Bachchan પોતાની પ્રોફશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી તો બચ્ચન પરિવાર સંબંધોને કારણે આ પરિવાર ખુબ જ ચર્ચામાં રહે છે. હવે દિકરી શ્વેતા બચ્ચને પિતા અમિતાભ બચ્ચનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
શ્વેતા બચ્ચન હાલમાં જ દિકરી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ શો વોટ ધ હેલ નવ્યાની સેકન્ડ સીઝનમાં પહોંચી હતી, જ્યાં તેણે સમાજ, મહિલાઓનું સમાજમાં સ્થાન, રિલેશનશિપ્સ, બ્યુટી ટીપ્સ વિશે ખૂલીને વાત કરી હતી. આ જ અનુસંધાનમાં હવે શ્વેતાએ પિતા અમિતાભ બચ્ચનને મહિલાઓની કઈ બાબત નથી ગમતી એના વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
નવ્યાના પોડકાસ્ટ પર શ્વેતા જણાવ્યું હતું કે પપ્પા અમિતાભને પરિવારની કોઈ પણ મહિલા જ્યારે વાળ કપાવીને નાના કરી નાખે છે એ વાત બિલકુલ નથી પસંદ આવતી અને તેમને આ વસ્તુથી સખત નફરત છે. નવ્યાએ પણ ચેટ શો પર માતા શ્વેતાની વાત સાથે સહમતિ દર્શાવી હતી.
એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં શ્વેતાએ એવો ખુલાસો કર્યો હતો કે તે જ્યારે મોટી થઈ અને મારા વાળ કપાવતી હતી અને એની લંબાઈ ઓછી રાખતી હતી ત્યારે પપ્પાને આ વાત નહોતી ગમતી અને તેઓ મને કહેતા કે તે આવું કેમ કર્યું? નાનાને આ વાત બિલકુલ પસંદ નહોતી.
નવ્યાએ આ વાતને સમર્થન આપતા કહ્યું હતું કે હા એ વાત તો સાચી છે, હું પણ જ્યારે વાળ કાપવું છું ત્યારે તેઓ મને પણ આવો જ સવાલ પૂછે છે. એમને આ વાત બિલકુલ પસંદ નથી. એમને લાંબા વાળ ખૂબ જ પસંદ છે.
શ્વેતાએ આગળ કઈ રીતે મમ્મી જયા બચ્ચને તેને લાંબા વાળ રાખવામાં મદદ કરી હતી એનો ખુલાસો પણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જયા બચ્ચન અને શ્વેતા નવ્યાના પોડકાસ્ટ શો પર અલગ અલગ મુદ્દા પર પોતાના વિચારો વ્યકત કરી ચૂક્યા છે.