મનોરંજન

Jaya Bachchanના ગુસ્સા વિશે Shweta Bachchan, Abhishek Bachchanએ કર્યો ખુલાસો…

હાલમાં બચ્ચન પરિવાર (Bachchan Family) સોશિયલ મીડિયા અને સમાચાર બંનેમાં છવાયેલો છે પછી એ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સને કારણે હોય કે રાજ્યસભામાં જયા બચ્ચન (Jaya Bachchan)ના ગુસ્સાને કારણે હોય. રાજકીય વર્તુળોથી લઈને સોશિયલ મીડિયા પર જયા બચ્ચન તેમના ગુસ્સાને કારણે ચર્ચામાં છે. અનેક વખત પેપ્ઝ પર ગુસ્સો કરતાં, વઢતાં વીડિયો અને વાઈરલ થતાં હોય છે. પરંતુ ક્યારેય એવો સવાલ થયો છે ખરો કે આખરે જયા બચ્ચનનને આટલો બધો ગુસ્સો કેમ આવે છે? ખુદ અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન (Shweta Bachchan)એ આ વાતનો ખુલાસો એક શો પર કર્યો હતો અને જણાવ્યું હતું કે જયા બચ્ચનને એક બીમારી છે જેને કારણે તેમને આટલો ગુસ્સો આવે છે. ચાલો તમને આ બીમારી વિશે જણાવીએ-

સોશિયલ મીડિયા પર શ્વેતા બચ્ચનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં મમ્મી જયા બચ્ચનની બીમારી વિશે વાત કરતી જોવા મળી રહી છે. કરણે શ્વેતા અને અભિષેકને જયા બચ્ચનનો એક જૂનો વીડિયો દેખાડ્યો જેમાં તે પેપ્ઝને વઢતી જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે જ્યારે પણ હું મારી ફેમિલી સાથે બહાર નીકળું છું તો પ્રાર્થના કરું છું કે સામે કોઈ ફોટોગ્રાફર ના મળે….

આ પણ વાંચો : પરિવારની આ ખાસિયત નહીં તૂટવા દે Abhishek Bachchan અને Aishwarya Rai-Bachchanનો સંબંધ…

આ જ સંદર્ભમાં શ્વેતા બચ્ચન મમ્મી જયાનો બચાવ કરતી જોવા મળી રહી છે કે એમને ફોટો ક્લિક કરાવવાનું બિલકુલ પસંદ નથી. આગળ શ્વેતાએ એવું પણ જણાવ્યું હતું કે જ્યારે પણ મમ્મીની આસપાસમાં અનેક લોકો હોય તો તેને ગૂંગળામણ થાય છે અને આ સાથે તેમને પૂછ્યા વિના કોઈ ફોટો ક્લિક કરે તો એ એમને પસંદ નથી. મમ્મીને સેલ્ફી લેવાનું પણ નથી ગમતું, કારણ કે એમને લાગે છે કે એમની સેલ્ફી સારી નથી આવતી.

વાત કરીએ જયા બચ્ચનની બીમારી વિશે તો જયા બચ્ચનને ક્લોસ્ટ્રોફોબિક નામની બીમારી છે. આ બીમારીમાં દર્દીને ગૂંગળામણ અને અસહજતા અનુભવાય છે. આવા લોકો ભીડભાડવાળી જગ્યાથી દૂર જવાનું પસંદ કરે છે. સીબીટી, એક્સપોઝર થેરેપી, દવાઓ અને સેલ્ફ હેલ્પ જેવી બાબતોથી જ આ બીમારીને કન્ટ્રોલમાં રાખી શકાય છે.

શું છે ક્લોસ્ટ્રોફોબિયાના લક્ષણો-
પરસેવો થવો, ધ્રૂજારી થવી, ગરમી કે ઠંડી લાગવી, શ્વાસ ચઢવા લાગે કે શ્વાસ લેવામાં સમસ્યા થવી, ગૂંગળામણ થવી, હાર્ટબીટ ફાસ્ટ થવી, છાતીમાં દુઃખાવો કે ભાર અનુભવાય અને પેટમાં અલગ જ પ્રકારનો અનુભવ થવો વગેરે વગેરે…

શું કહે છે એક્સપર્ટ્સ?
ક્લોસ્ટ્રોફોબિયા એ એક ખૂબ જ કોમન કહી શકાય એવી બીમારી છે. દાખલા તરીકે જો કોઈ વ્યક્તિને આ બીમારી છે તો તે ભરચક થિયેટર કે લિફ્ટમાં જતા ડર લાગે છે. આ સિવાય આવી વ્યક્તિઓ કોઈ પણ ભીડભાડવાળી જગ્યાએ જતાં જ એકદમ મૂંઝાઈ જાય છે અને ચિડાઈ જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે